કડીમાં બાઈક ચોરીના બનાવોમાં વધારો:યુવકે પોતાનું બાઈક ઘર પાસે પાર્ક કર્યું; સવારે ઊઠીને જોયું તો ગઠિયો બાઈક લઈ છુમંતર

કડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી શહેરમાં હજુ બે દિવસ પૂર્વે જ ધવલ પ્લાઝામાંથી એક બાઇકની ચોરી થઈ હતી. જ્યાં ફરી એકવાર કડી તાલુકાના નાની કડી ગામમાં ઘર પાસે પાર્ક કરેલું પલ્સર બાઈકની ચોરી થતા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. દિવસેને દિવસે કડી શહેર તેમજ તાલુકાની અંદર વાહન ચોરીના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં વાહન ધારકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

કડી તાલુકાના નાની કડી ખાતે રહેતા મહેશજી ઠાકોર પોતે બુડાસણ ખાતે પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરી ગુજરાત ચલાવી રહ્યા છે. મહેશજી ઠાકોરે 2021ની સાલમાં નવીન bajaj કંપનીના પલ્સરની પોતાના ઘર વપરાશ માટે ખરીદી કરી હતી. જે દરમિયાન તેઓ કંપનીની અંદર નોકરી કરતા હોય રોજ બાઇક લઈને જતા હતા અને બાઈક લઈને ઘરે આવતા હતા.

કડી તાલુકાના નાની કડી ખાતે રહેતો મહેશ કે બુડાસણ ખાતે આવેલ પ્રાઇવેટ કંપનીના અંદર નોકરી કરવા માટે ગયો હતો અને મોડી રાત્રે ઘરે આવ્યો હતો. જે દરમિયાન પોતાનું પલ્સર બાઈક ઘરની બહાર પાર્ક કર્યું હતું અને મોડી રાત્રે જમી પરવારીને પરિવાર સાથે સુઈ ગયો હતો. જ્યાં બીજા દિવસે તેને નોકરી જવાનું હોય સવારે ઊઠીને પોતાનું જે જગ્યાએ બાઈક પાર્ક કર્યું હતું. ત્યાં આગળ જઈને જોતા પોતાનું બાઈક દેખાયું ન હતું. જ્યાં તેઓએ આજુબાજુ તલાસી કરી હતી, પરંતુ તેઓના બાઈકની કંઈજ ભાળ ન મળતા તેઓ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાનું બાઈકની ચોરી થઈ છે. તેની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...