દુર્ઘટના:ચારોલમાં તળાવની ભેખડ ધસી પડતાં યુવક પાણીમાં ગરકાવ

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાં 15-20 ફૂટ પાણી હોઇ શોધવો મુશ્કેલ

કડીના ચારોલના બે મિત્રો સોમવારે સવારે ખેતરે જતા હતા, ત્યારે તળાવની પાળ નજીક પાણીનું વહેણ જોવા જતાં ભેખડ ધસી પડતાં એક યુવક તળાવમાં ધસી પડતાં પાણીમાં ગરક થઈ ગયો હતો. બીજા મિત્રએ જાણ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ તળાવમાં પાણી 15 થી 20 ફૂટ ઉંડુ હોઈ NDRFની મદદ માગી હતી. જોકે, રાત સુધી ટીમ નહીં આવતાં પરિવાર અને લોકો તંત્રના ભરોસે બેસી રહ્યા હતા. ચારોલના અમરતજી અંબારામ ઠાકોર (33) તથા જવાનજી ઠાકોર સોમવારે સવારે ખેતર જતા હતા.

ત્યારે રસ્તામાં અમરતજી તળાવની પાળ નજીક પાણીનું વહેણ જોવા જતાં અચાનક તળાવની પાળ ધસી પડતાં ભેખડ સાથે તળાવમાં પડતાં બચાવો બચાવોની બૂમાબૂમ કરી હતી. આ સમયે જવાનજી ઠાકોર દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં અમરતજી પાણીમાં ગરક થઈ ગયો હતો. બનાવ અંગે જવાનજી ઠાકોરે પરિવાર અને ગામલોકોને જાણ કરતાં લોકો તળાવ પર દોડી ગયા હતા. કડી મામલતદાર, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, તલાટી સહિત દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...