પોલીસની સરાહનીય કામગીરી:કડીના આદુદરા કેનાલ ઉપર રસ્તો ભટકી ગયેલી મહિલાનો પોલીસે પરિવારજનો સાથે મિલાપ કરાવ્યો, લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી પોલીસની અનેક વખત સરાહનીય કામગીરી સામે આવી છે. ત્યારે કડી તાલુકાના આદુદરા નર્મદા કેનાલ ઉપર કડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અને જીઆરડી જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. જે દરમિયાન બીમારીથી પીડાતી અને રસ્તો ભટકી ગયેલ કડી તાલુકાના એક ગામની મહિલાને પોલીસે સમજાવીને તેના પરિવારજનોને કાઉન્સિલિંગ કરીને સોંપી હતી. આમ પોલીસની સરાહનીય કામગીરી કડીની જનતાએ બિરદાવી હતી.

કડી પોલીસ સ્ટેશનના ડી.સ્ટાપ ના પીએસઆઇ જે એમ ગેહલાવત અને જી આર ડી જવાન સંજય તેમજ ધર્મેન્દ્રસિંહ સહિતના સ્ટાફના માણસો કડી નર્મદા કેનાલ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. જે દરમિયાન આદુદરા નર્મદા કેનાલ નજીક પહોંચતા એક મહિલા ચાલતી ચાલતી એકલી જઈ રહી હતી. બાદમાં પોલીસે પોતાની ગાડી ઉભી રાખીને મહિલાની પૂછપરછ કરતા મહિલાએ કંઈ જ જવાબ ન આપ્યો હતો. ત્યારે પોલીસે કડી તાલુકાની મહિલાને સમજાવીને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.

પોલીસ સ્ટેશન ખાતે મહિલા કોન્સ્ટેબલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી જ્યાં મહિલાએ પોતાના પોતાનું અને પિયરનું નામ જણાવ્યું હતું. પોલીસે મહિલાના પિયરના સરપંચને કડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. બાદમાં મહિલાની કાઉન્સિલિંગ કરીને તેના પરિવારજનોને કડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસને માલુમ પડ્યું હતું કે મહિલા અગમ્ય બીમારીના કારણે રસ્તો ભટકી ગઈ હતી. જ્યાં મહિલાને તેના પરિવારજનોને સહી સલામત રીતે સોપતા પોલીસની કામગીરીને જનતાએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...