કડીમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ:મહિલા શાકભાજી લેવા ગઈ અને આવીને જોયું તો ઘરનું લોક તૂટેલું, 1 લાખ 50 હજાર રોકડા લઈ તસ્કરો ફરાર

કડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી શહેર તેમજ તાલુકાની અંદર તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. માહિર તસ્કરો હવે તો ધોળા દિવસે તસ્કરી કરી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. કડીમાં તસ્કરો ધોળા દિવસે ઘરનું લોક તોડી રોકડ રકમ લઈ જતાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય લોકોને લાગી રહ્યું છે. આ ઘટના શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની હતી.

ઘરનું લોક તૂટેલી હાલતમાં જોતા હેબતાયા
કડી શહેરના દેત્રોજ રોડ ઉપર આવેલ હેરિટેજ પ્લાઝામાં પ્રાઇમ હોટલની ઉપરના મકાનમાં રહેતા સુરેશ મહાવીર ગડરીયા કે જેઓ કડીના આશાપુરા ટ્રેડ સેન્ટરમાં કાપડનો ધંધો કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરેશભાઈ પોતાના વતન દિલ્હીના મુશર્રફ નગર સામાજિક કામ માટે તા. 04/11/2022ના રોજ ગયાં હતાં. તેમના પત્ની અને તેમના બાળકો પોતાના ઘરે હાજર હતાં. સુરેશના ધર્મપત્ની તા.08/11/2022ના રોજ દિવસ દરમ્યાન આશરે સાડા બાર વાગ્યે પોતાના ઘરનું લોક મારીને બજારમાં શાકભાજી લેવા માટે ગયાં હતાં અને આશરે એક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હેરિટેજ પ્લાઝામાં આવતા પોતાના ઘરનું લોક તૂટેલી હાલતમાં જોતા તેઓ હેબતાઈ ગયા હતાં અને તેઓ તેમના પતિને જાણ કરી હતી.

1 લાખ પચાસ હજાર રોકડા ચોરાઈ ગયા
સુરેશના પત્નીએ તેમના ઘરમાં જઈને જોયું તો બધું અસ્ત-વ્યસ્ત હાલતમાં જોવા મળ્યું હતું અને કબાટ પણ તુટેલી હાલતમાં જોતા તેઓએ અંદર તપાસ કરતાં તેમના પતિના ધંધાના 1 લાખ 50 હજાર રોકડા ચોરાઈ ગયા હોવાનું માલુમ પડતા તેઓએ તુરંત જ તેમના પતિને જાણ કરી હતી. સુરેશે પોતાના વતન કડી આવીને કડી પોલીસ સ્ટેશને જાણ કરતાં કડી પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...