કડી શહેરના છત્રાલ રોડ ઉપર છુટાછેડાની મુદત પતાવીને આવી રહેલ મહિલા પોતાના ભાઈ સાથે એકટીવા ઉપર જ્યાં છત્રાલ હાઇવે ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચતા તેમના ગાડી લઈને ત્યાં ઉભા હતા અને હાથ લાંબો કરીને ઉભા રહેવાનું કહેતા એકટીવા લઈને મહિલાના ભાઈ તેમજ મહિલા હજુ ઉભા રહે તે પહેલા જ ગાડીમાં રહેલા તેમના પતિએ એસિડ વડે હુમલો કરતા શહેરની અંદર ચકચાર મચી જવા પામી હતી. જ્યાં મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કડી પોલીસે ઘટનાના પગલે કાર્યવાહી હાથ ધરી હતી.
કડી છત્રાલ હાઇવે ઉપર રહેતા મહિલાએ આજથી 2011ની સાલમાં વડોદરા ખાતે રહેતા મુકેશભાઈ ગુર્જર સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. જેઓને પાંચ વર્ષનો એક બાબો પણ છે. જ્યાં તેઓનું લગ્નજીવન સુખમય જતું હતું. જે દરમિયાન સંસારમાં પતિ સાથે તેમજ સાસરીયા સાથે અણબનાવ બનતા તેઓ પોતાના પિયર કડી ખાતે તેમના પાંચ વર્ષના બાળકને લઈને રહેવા માટે આવી ગયા હતા. જ્યાં મહિલાએ કડી કોર્ટની અંદર ભરણપોષણ અને છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો.
કડી શેહેરની સિવિલ કોર્ટની અંદર મહિલાએ આજથી દોઢ વર્ષ પૂર્વે ગઢવી સાહેબની કોર્ટમાં છૂટાછેડા તેમજ ભરણપોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓની આજે મુદત હોવાથી મહિલા તેમજ તેમનો ભાઈ એકટીવા લઈને ગયા હતા. જ્યાં કોર્ટની અંદર તેમના પતિ મુકેશભાઈ ગુર્જર પણ આવ્યા હતા. જ્યાં મુદત પત્યા બાદ મહિલા તેમજ તેમનો ભાઈ અને તેમના પતિ તેમજ અન્ય એક ઈસમ સમાધાન કરવા હેતુ મુકેશભાઈ ગુર્જરના વકીલની ઓફિસે ગયા હતા. જ્યાં કોઈપણ હિસાબે કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું અને બાદમાં મહિલા તેમજ તેમના ભાઈ એકટીવા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.
કડી કોર્ટમાં મહિલાએ મુદત પતાવીને તેમના ભાઈ સાથે એકટીવા ઉપર તેમના ઘર તરફ છત્રાલ રોડ ઉપર જઈ રહ્યા હતા. જે દરમિયાન રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચતા વળાંકમાં તેમના પતિ અને અન્ય એક ઇસમ ગાડી લઈને ઉભા રહ્યા હતા અને હાથ લાંબો કરીને મહિલા તેમજ તેમના ભાઈને ઊભું રહેવાનું કહ્યું હતુ. જ્યાં મહિલા અને તેમના ભાઈએ એક્ટીવા ધીમું રાખીને ઉભા રહેતા ગાડીમાં બેઠેલા મુકેશભાઈ તેમજ અન્ય એક ઇસમે સાથે મળીને મહિલા ઉપર એસિડ વડે હુમલો કરી નાખ્યો હતો. જ્યાં મહિલાને હાથે અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી અને તેમના ભાઈના પેન્ટ ઉપર એસિડ પડ્યું હતું. જેથી તેમને કોઈ ઇજાઓ પહોંચી ન હતી. જ્યાં મહિલા તેમજ તેમના ભાઈએ બુબાબુમ કરતા મુકેશભાઈ ગુજજરે ત્યાંથી ગાડી લઈને ભાગી છુટ્યા હતા. જ્યાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ભાગ્યોદય હોસ્પિટલમાં મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ઘટનાની જાણ કડી પોલીસને થતાં કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.