સારવાર:બાળકના માથાની ફરતે વિંટાયેલી ગર્ભનાળ કાપી ડિલિવરી કરાવાઈ, ખંડમોરવાની મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 108ની ટીમે માતા અને પુત્રનો જીવ બચાવ્યો

કડી તાલુકાના ખંડમોરવા ગામની પ્રેમીલાબેન ઠાકોર નામની મહિલાને શુક્રવારે પ્રસવ પીડા શરૂ થતાં 108ને જાણ કરવામાં આવી હતી. જેમાં કડી 108ની ટીમ ગર્ભવતી મહિલાને કડી સિવિલ તરફ આવવા રવાના થઈ હતી. પરંતુ રસ્તામા મહિલાને અસહ્ય દુખાવો થતાં તેમજ બાળકના માથાના ભાગે ગર્ભનાળ વિંટળાયેલ હોઈ કાપી 108ના ઈએમટી હિતેન્દ્ર પ્રજાપતિએ સમય સૂચકતાથી નર્મદા કેનાલ નજીક 108 એમ્બ્યુલન્સને રોડની બાજુ પર ઉભી કરી તબીબ મિત્રની મદદથી મહિલાની સફળ ડિલિવરી કરાવી માતા અને સંતાનનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...