તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધુનિક ટેક્નોલોજી:કડીના મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં રાજ્યની પ્રથમ ઓટોમેશન સિક્યોરિટી સિસ્ટમ શરૂ કરવામાં આવી

કડી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાત દેશોની ત્રીસ વિદેશી કંપનીઓના સંચાલક મંડળની ઉપસ્થિતિમાં સિસ્ટમ કાર્યરત કરાઈ

કડી વિઠલાપુર હાઈવે પર મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રાજ્યની પ્રથમ ઓટોમેશન સિક્યોરિટી સિસ્ટમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.‌ પાર્કમા સાત દેશોની ત્રીસ વિદેશી કંપનીઓના સંચાલક મંડળની ઉપસ્થિતિમાં ઓટોમેશન સિક્યોરિટી સિસ્ટમને કાર્યરત કરવામા આવી હતી. કડી વિઠ્ઠલાપુર રોડ પર આવેલ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ આંતરરાષ્ટ્રીય વિચાર સરણી ઓટો સભર સુવિધા યુકત અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે પાર્ક રાજ્યનુ રોલમોડેલ બનવા પામ્યું છે. મેસ્કોટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નિર્મિત મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ફક્ત બ્રોકર અને વેબસાઈટમાં કલ્પના રૂપી ચિત્રની હકીકતમા ઉજાગર કરતું પાર્ક છે. ઓટોમેશન સિક્યોરિટી સિસ્ટમ એવી ટેકનોલોજી છે જેમાં સિક્યોરિટી માણસોની ઓછી જરૂરિયાત પડે છે. આંતરરાષ્ટ્રિય ભાવિ ટેકનોલોજી અને મેસ્કોટના વિઝન સાથે પાર્કની સુવિધાઓમા ઓટો મેશન સિક્યોરિટી સિસ્ટમની મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ડીરેકટર સંજયકુમાર નટવરલાલ પટેલનો એક આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળી રહે તે અભિગમ છે. ઓટોમેશન સિક્યોરિટી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવનાર વ્યક્તિને આવેલ કંપનીઓમાં પ્રવેશ માટે કંપનીઓના સવૅર તથા મેઈલની ખાતરી ન મળે ત્યાં સુધી તેમને પ્રવેશ મળતો નથી.જેથી આને અધિકૃત વ્યક્તિને પ્રવેશ મળતો નથી.કંપનીઓમા આવનાર એમ્પોઈઝને પ્રવેશ આર એસ આઈડી લગાવવામાં આવે છે.તેઓ ગેટ પાસે આવતા ગેટ આપો આપ ખુલી જાય છે.તથા ટુવ્હિલર સહીતના કામદારો માટે આપવામાં આવેલ કાડૅ સેન્સર પાસે સ્વાઈન કરતા પ્રવેશ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો