મદદ:કડીની હોસ્પિટલના સ્ટાફે રૂ.5 હજારનો ફાળો એકઠો કરી સૂરજના યુવાનનો જીવ બચાવ્યો

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને હ્દયનો દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલમાં પહોંચી ગયો હતો

સૂરજ ગામના ઠાકોર ભીખાજીને હાર્ટ એટેકનો દુ:ખાવો થતાં તેઓ એકલા ખાનગી વાહનમા કડીની ભાગ્યોદય હોસ્પિટલમા સારવાર માટે પહોંચી તો ગયા પરંતુ ખિસ્સામાં પૈસાના અભાવે સારવાર અટકે નહીં તે માટે હોસ્પિટલના તબીબ, નર્સ સહિતના સ્ટાફે તાત્કાલિક રૂ. 5000 જેટલો ફાળો ભેગો કરી આપી ઈમરજન્સી સારવાર કરાવી તેનો જીવ બચાવી લેવાનુ સરાહનિય કાર્ય કર્યું હતું. ત્યારબાદ આયુષ્યમાન કાર્ડ પર ઓપરેશન કરી યુવાનનો જીવ બચાવી લીધો હતો.

જોટાણા તાલુકાના સુરજ ગામના ઠાકોર ભીખાજી ગાભાજી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બુધવારે છાતીમા દુ:ખાવો થતાં તેઓ બેચેન હતા. ખાનગી વાહનમાં બેસી તેઓ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે આવી પહોંચ્યા હતા. હાજર તબીબે હાર્ટ એટેક આવેલ છે અને ઈમરજન્સી સારવાર કરાવવી પડશે તેમ જણાવતાં તેઓ ખિસ્સામાં એકપણ પૈસાના અભાવે બેબાકળા બની ગયા હતા.

હોસ્પિટલના હ્દયરોગ વિભાગના સ્ટાફે તબીબ, નર્સે તાત્કાલિક પોત પોતાની પાસે પોકેટ મનીમાથી ફંડફાળા પેટે રૂ.5 હજાર એકઠા કરી ઠાકોર ભીખાજીની ઈમરજન્સી સારવાર કરાવતા તેમને દુ:ખાવામાં રાહત થતાં તેમનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે આયુષ્યમાન કાર્ડ પર તેમનું ઓપરેશન કરી તેમને સ્વસ્થ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...