છેતરપિંડી:સાણંદના વેપારીએ કડીના વેપારીને વેચાણના 25 લાખ ન આપી છેતર્યો

કડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી તાળાં મારી ફરાર ,પિતા પુત્ર અને ભાઈ મળી પાંચ સામે ફરિયાદ

કડી માર્કેટયાર્ડ પાછળ શ્રીરામ શોપીંગ સેન્ટરમા આવેલી ખાદ્યતેલ અને ઘી નુ ટ્રેડીંગ કરતી પેઢીએ સાણંદના વેપારીને માલ વેચાણ કર્યું હતુ.જે માલના રૂ.25 લાખની વારંવાર ઉઘરાણી કરવા છતાં ન આપતાં સાણંદના પિતા પુત્ર અને ભાઈ મળી પાંચ વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

તાલુકાના કરશનપુરા ગામના રાજેશભાઈ અમરતભાઈ કડીના માર્કેટયાર્ડ પાછળ શ્રીરામ શોપીંગ સેન્ટરમા રાંદલકૃપા ટ્રેડીંગ કંપનીના નામે ખાદ્યતેલ અને ઘી નો વેપાર કરે છે. છ વર્ષ અગાઉ સાણંદના વેપારી નવિનચંદ્ર રાણા સહિતના ત્રણ વેપારીઓ સાણંદમાં નવિન ટ્રેડીંગ કંપનીના નામે ખાદ્યતેલ અને ઘીનો મોટા પાયે વેપાર કરતા હોવાનુ જણાવી અમારી પાસે માલ વેચાણ લેવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ કડીના વેપારીએ સાણંદના વેપારી સાથે વેપારી સંબંધો બાંધી તેલ અને ઘી નો વેપાર શરૂ કર્યો હતો.ગત 2020/21 ના નાણાંકીય હિસાબી વર્ષમાં સાણંદની વેપારી પેઢી નવિન ટ્રેડીંગ કંપની સાથે એક વર્ષમા રૂ.12.87 કરોડના માલનુ વેચાણ કર્યું હતુ.

એક વર્ષ દરમિયાન રૂ.12.62 કરોડ માલ પેટેના ચૂકવ્યા હતા.બાકીના રૂ.25 લાખ ની વારંવાર ઉઘરાણી કરવા છતા સાણંદના વેપારીઓએ નાણા ચૂકવેલ નહી. સાણંદના વેપારીઓ નવિન ટ્રેડીંગ કંપનીને તાળાં મારી જતા રહેતા વેપારીના ભાઈ અને ભાભીએ તોછડાઈ ભર્યુ વર્તન કરી થાય તે કરી લેજો પૈસા નથી આપવાના તેવી ગર્ભિત ધમકી આપી હતી.

આમની સામે ફરિયાદ
1.નવિનચંદ્ર રમેશચંદ્ર રાણા
2.ડેનીભાઈ રમેશચંદ્ર રાણા
3.મહેશભાઈ રમેશચંદ્ર રાણા
4.સન્ની નવિનચંદ્ર રાણા
5.વિજયભાઈ રમેશચંદ્ર રાણા
તમામ રહે રિધ્ધી સિધ્ધી બંગલોઝ, અમદાવાદ - વિરમગામ હાઈવે, સાણંદ, જિ.અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...