કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનું સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યું હતુ. જે દરમિયાન મહેસાણા તરફથી આવી રહેલ મારુતિ સુઝુકી કંપનીની ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નંદાસણ એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી કબજે કર્યો હતો. તેમજ બે ઇસમોની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ ઇસમો વિરુદ્ધ નંદાસણ પોલીસે ફરિયાદ નોંધ હતી. નંદાસણ પોલીસે સ્થળ ઉપરથી રૂ. 4 લાખ 93 હજાર 750નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનું સ્ટાફ ખાનગી વાહનની અંદર તેમજ સરકારી વાહનની અંદર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પ્રોહિબિશન તેમજ જુગારને લગતી કામગીરીની અંદર પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાકી મળી હતી કે, મહેસાણાથી અમદાવાદ તરફ જતી મારુતિ સુઝુકી ગાડીની અંદર વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલા છે અને જે અમદાવાદ તરફ જઈ રહી છે. જે હકીકતના આધારે નંદાસણ પોલીસ સ્ટેશનનું સ્ટાફના માણસો પીઆઇ સહિત એસ્સાર પેટ્રોલ પંપ પાસે કોર્નર કરીને ઉભા હતા. જે દરમિયાન મારુતિ સુઝુકી કંપનીની એસક્રોસ મોડલની ગાડી આવી રહી હતી. જે પોલીસને શંકા પડતા તેને કોર્નર કરીને ઉભી રાખવામાં આવી હતી. જ્યાં ગાડીમાં બેઠેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેઓને શંકા પડતા ગાડીની અંદર તલાસી કરતાં ગાડીના અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કડીના નંદાસણ એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી મારુતિ સુઝુકી કંપનીની એસક્રોસ મોડલની ગાડીને ઉભી રાખીને તલાસી કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 285 બોટલો તેમજ બિયરના ટીન 23 નંદાસણ પોલીસે કબજે કર્યા હતા. તેમજ ગાડીને પણ કબ્જે કરીને ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જ્યારે ગાડીમાં બેઠેલ જેઠાલાલ જાટ અને મોહનલાલ જાટની સઘન પૂછતાછ કરતાં તેઓએ કબૂલ્યું હતું કે, રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લાવેલા છે અને અમદાવાદ નારોલ ખાતે રહેતા બબલુ માલિને ત્યાં પહોંચાડવાનો છે. જે આધારે પોલીસે ત્રણ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તેમજ વિદેશી દારૂનો જથ્થો રૂપિયા 83,150 તેમજ ગાડી સહિત મોબાઈલનો મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા 4, 93,750નો કબ્જે કર્યો હતો. તેમજ નંદાસણ પોલીસે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંઘીને કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.