કડી નગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ:શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત, દુર્ગંધથી રોગચાળો ફેલાવાની દહેશત

કડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેરમાં ભુગર્ભ ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ મહોલ્લાઓમાં ઉભરાતી ગટર લાઈન પણ માથાના દુખાવા સમાન બની છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા સિંધીવાળામા છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતી રહી છે. જેને લઇને વિસ્તારના લોકો ભૂગર્ભની દુષિત દુર્ગધથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો આ બાબતે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.

કડી નગરપાલિકાના નિષ્ફળ આયોજનના કારણે સમગ્ર શહેરના કોઈકને કોઈક સ્થળે ગટરની પાઇપના લીકેજને કારણે શહેર ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગટર ઉભરાવાની સમસ્યાથી મચ્છર વધવાની પણ સમસ્યા ઊભી થતાં રોગ ચાળો ફેલાવાની દહેશત સ્થાનિકોમાં થવા પામી છે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો ઉંઘમાં હોય તેવું લાગે છે.

કડી શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈન ઉભરાવાની સમસ્યાને કારણે રહીશો ભારે હાલાકી સાથે રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ રહીશોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...