ઉનાળાની ગરમીમા લીંબુના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે.એક કિલો લીંબુ રૂ.250 થી 300 ના ભાવે છૂટક બજારમાં જ્યારે જથ્થાબંધમાં રૂ.3000 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે. લીંબુના ઐતિહાસિક ભાવોને લઈ ખેડૂતોમાં ખુશી અને ગૃહિણીઓ માટે લીંબુએ કડવાશ પકડી છે.
કડીના અલદેસણ, નગરાસણ,સૂરજ,ઉંટવા,ધનાલી, ભટાસણ, આલમપુર, મોકાસણ, જાસલપુર, સરસાવ, માથાસુર, નંદાસણ, ખેરપુર, દીઘડી, લક્ષ્મીપુરા, નવાપુરા સહિતના ગામોમા લીંબુની ખેતી ખેડૂતોનો મુખ્યત્વે પાક છે.ગુજરાતમાં સતત બે ત્રણ વર્ષથી કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે લીંબુ ના પાકને ખુબજ નુકસાન થયુ છે.70 ટકા લીંબુનો પાક વરસાદ વાવાઝોડાના કારણે નાશ પામતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. લીંબુના ઐતિહાસિક ભાવ બોલાઈ રહ્યા છે.
જથ્થાબંધમાં મણ લીંબુના રૂ.3000 અને છૂટકમાં એક કિલોના રૂ.240 થી 290 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે.અલદેસણના ખેડૂત પ્રવિણભાઈ પટેલે હાલમાં ખેતરોમાં લીંબુડીના છોડ પર લીંબુ જ નથી.આવકમાં 60 થી 70 ટકા નો ઘટાડો છે.હાલમા જથ્થાબંધમા 150 ના ભાવે વેચાતા લીંબુ છૂટકમાં 240 થી 290 સુધીના એક કિ.ગ્રા.ના ભાવે વેચાઈ રહ્યા છે.વેપારીએ લીંબુના હાલના આ ભાવો ઐતિહાસિક હોવાનુ જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.