દારૂબંધીના ધજાગરા:કડીના સેદરડી ગામે ખેતરની ઓરડીની બહાર સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો, આરોપી ફરાર

કડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગૂ છે, છતાય રાજ્યમાંથી દરરોજ દારૂ ઝડપાય છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી 1.39 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. આરોપીઓએ ખેતરમાં ઓરડીની બહાર દારૂ સંતાડ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જોકે, સ્થળ પરથી ફરાર થઈ જતા તેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

કડી તાલુકાના પોલીસ સ્ટેશનનું સ્ટાફ ખાનગી વાહન તેમજ સરકારી વાહનમાં પ્રોહીબિશનની કામગીરીમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો સેદરડી ગામ તરફ જઈ રહ્યાં હતા, ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે સેદરડી ગામની સીમમાં આવેલા સેનમાં ચંદુભાઈનું ખેતર આવેલું છે. તેને ઈટો પાડવા માટે કુંડાળ ગામના નીતિન ઓડે રાખ્યું છે. આ ખેતરની અંદર ઓરડીની બહાર દારૂનો જથ્થો સંતાડેલો છે.

કડી તાલુકાના પોલીસે સેદરાણા થી સેદરડી જતા રોડ ઉપર ઈંટો પાડવા માટે રાખેલ ખેતરની ઓરડીની બહાર સંતાળેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની અને નાના મોટી 348 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. તેમ જ રૂપિયા 1,39,200નો મુદ્દામાલ કબજે કરીને નીતિન ઓડ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...