ભજપનું ભવ્ય વિજય સરઘસ:કડીની જનતાએ કોંગ્રેસને જાકારો આપી કેસરિયો લહેરાવ્યો; વિજય ચોક ખાતે જાહેર સભાનું આયોજન

કડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં સમગ્ર ગુજરાતમાં ભગવો લેરાઈ ચૂક્યો છે. ત્યારે કડી વિધાનસભાની બેઠક ઉપર જનતાએ ફરીથી કમળને ખિલાડ્યું છે અને કોંગ્રેસના ઉમેદવારને જાકારો આપ્યો છે. કડી વિધાનસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા રિપીટ કરાયેલા કરસનભાઈ સોલંકીનો 28,045 ભવ્ય વિજય થયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શેહેરની અંદર ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

કડીની જનતાનો આભાર વ્યક્ત કર્યો
કડી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરસનભાઈ સોલંકીને કડી જનતાએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કરસનભાઈ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારે પણ કરશનભાઈ સોલંકી 7000 મતેથી વિજય બન્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીથી કરસનભાઈ સોલંકી પર વિશ્વાસ રાખીને ટિકિટ આપવામાં આવી હતી અને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે કડીની વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય વિજય થતા કડી શેહેરની અંદર વિજય સરઘસ તેમજ વિજય સભા રાખવામાં આવી હતી. જેમાં કરસનભાઈ સોલંકીએ દરેકનો આભાર માન્યો હતો. સાથે સાથે મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે પણ દરેક કાર્યકર્તાઓ અને કડીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ
કડી વિધાનસભાની બેઠકના ઉમેદવાર કરસનભાઈ સોલંકીને 2022 વિધાનસભાની ચૂંટણીમાં 1,07,052 મત મળ્યા હતા. તેમજ કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ પરમારને 78858 મત મળ્યા હતા. તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરગોવન ડાભીને 7,253 મત મળ્યા હતા. કડી વિધાનસભાની બેઠક ઉપર પાંચમી ડિસેમ્બરે 20,0,279નું મતદાન થયું હતું. જેમાં આઠમી ડિસેમ્બરના રોજ મહેસાણા ખાતે યોજાયેલ મત ગણતરીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરસનભાઈ સોલંકીને 28045 મતે ભવ્ય વિજય થયો હતો. કરસનભાઈ સોલંકીનો વિજય થતા જ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. તેમજ કડીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ નીકાળવામાં આવ્યું હતું.

વિજય ચોક ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન
ભાજપના ઉમેદવાર કરસનભાઈ સોલંકી જંગી બહુમતીથી જીત્યા બાદ કડી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ નીકળવામાં આવ્યું હતું. કડી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર વિજય સરઘસ ફરીને કડીના ભવપુરા ખાતે આવેલ વિજય ચોક ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કરસન સોલંકીએ દરેક આભાર માન્યો
જેમાં કડી ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કરસનભાઈ સોલંકીને વિજય બનાવવા માટે દરેક કાર્યકર્તાઓનો તેમ જ કડીની દરેક જનતાઓનો હું આભાર માનું છું. સાથે સાથે જંગી બહુમતીથી જીત માટે દરેક કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે. અત્યાર સુધી કોઈ દિવસ ગામડાઓની લીડ મળતી ન હતી, પરંતુ 2022ની ચૂંટણીમાં લીડ મળી છે. તો દરેક કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે આ વખતે જેવી મહેનત કરી છે, તેવી મહેનત દરેક ચૂંટણીમાં કરવામાં આવે. સાથે સાથે કરસનભાઈ સોલંકીએ પણ દરેકનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...