તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી રેમડેસિવિર કૌભાંડ:કડી અમન મેડિકલના માલિકને નકલી રેમડેસિવર કાંડમાં પોલીસ ઉઠાવી ગઇ

કડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરબીથી ઝડપાયેલા નકલી રેમડેસિવરનો રેલો કડી પહોંચ્યો
 • યુસુફે 700 નકલી રેમડેસિવિર ખરીદ્યા હોવાનું ખૂલતાં કાર્યવાહી

મોરબીમાંથી ઝડપાયેલા નકલી રેમડેસિવિરનો રેલો કડી શહેર સુધી પહોંચ્યો છે. મોરબી પોલીસ રવિવારે શહેરના જૂની મામલતદાર કચેરી વિસ્તારમાં આવેલા અમન મેડિકલ સ્ટોરના સંચાલક યુસુફભાઈએ 700 નકલી રેમડેસિવિર ખરીદ્યા હોવાનો ભાંડો ફૂટતાં પકડી ગઇ છે. કડી પીઆઈ ડી.બી. ગોસ્વામીએ મોરબી એલસીબી પોલીસ મેડિકલ સ્ટોર સંચાલકને નકલી રેમડેસિવિર કૌભાંડમાં લઇ ગઇ હોવાનું જણાવ્યું હતું.

તાજેતરમાં મોરબી પોલીસે નકલી રેમડેસિવિર બનાવવાનું કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં ઝડપાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન કડીના શખ્સે રેમડેસિવિર ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રવિવારે મોરબી એલસીબી પોલીસ કડી આવી હતી અને મહેસાણા એલસીબી પોલીસની મદદથી તપાસ હાથ ધરી હતી.

સાંજે જૂની મામલતદાર કચેરી વિસ્તારમાં આવેલા અમન મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરના સંચાલક યુસુફભાઈને નકલી રેમડેસિવિર કૌભાંડમાં ઝડપી લઈ કડી પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કડીની અમન મેડિકલ સ્ટોરના સંચાલકે 700 રેમડેસિવિર ખરીદ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો