• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • The Municipality Raided The Base That Had Been Running For Years In Kadi; Later The Police Arrived; A Quantity Of Liquor, Including Bootlegger's Cigars, Is Consumed

દારૂના દુષણ સામે પાલિકાનો હલ્લાબોલ:કડીમાં વર્ષોથી ચાલતા અડ્ડા ઉપર નગરપાલિકાએ રેડ કરી; બાદમાં પોલીસ પહોંચી; બુટલેગરના સાગરિત સહિત દારૂનો જથ્થો ઝબ્બે

કડી19 દિવસ પહેલા

કડી શહેર તેમજ તાલુકાની અંદર ઠેર ઠેર દેશી દારૂના તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ પોલીસની આંખ નીચે ધમધમી રહ્યા છે. કડી શહેરમાં જાણે બુટલેગરોને કોઈ બીક જ નથી તે રીતે દેશી દારૂનો વેપાર બુટલેગરો કરી રહ્યા છે. ત્યારે કડી નગરપાલિકાએ શહેરની અંદર વર્ષોથી ચાલતા બબલુ મારવાડીના અડ્ડા ઉપર રેડ કરીને પોલીસને જાણ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.

દેશી દારૂના અડ્ડાઓથી શું પોલીસ અજાણ છે? તે મોટો પ્રશ્ન
કડી શહેરમાં આવેલા ભીમનાથ મહાદેવની સામે વડવાળા હનુમાનજીની બાજુમાં દેશી દારૂનો અડ્ડો વર્ષોથી ચાલી રહ્યો હતો. જેના પર આજે બુધવારે કડી નગરપાલિકાના કર્મચારીઓ તેમજ કોર્પોરેટરોએ રેડ કરીને કડી પોલીસને જાણ કરતાં પોલીસ દોડતી થઇ હતી. ઉપરાંત ઘટનાસ્થળે પહોંચીને દેશી દારૂનો વેપાર કરતા ઈસમ તેમજ દેશી દારૂની પોટલીઓ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.

પાલિકાના પ્રમુખ, કોર્પોરેટર તેમજ કર્મચારીઓએ તલાશી લીધી
કડી નગરપાલિકા દ્વારા વડવાળા હનુમાનજીની બાજુમાં બબલુ મારવાડીના દેશી દારૂનો અડ્ડો દબાણમાં હોવાથી તોડી પાડવામાં આવ્યો હતો. બબલુ મારવાડીનો દેશી દારૂનો અડ્ડો જાહેર રોડને અડીને જ આવતો હોવાથી પાલિકા દ્વારા તેને થોડા દિવસો અગાઉ તોડી પાડવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર આ દેશી દારૂનો અડ્ડો ફરીથી ધમધમવા લાગ્યો હતો. જેના કારણે ભીમનાથ મહાદેવ તેમજ વડવાળા હનુમાનજી અને જાહેર રોડ ઉપરથી નીકળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે બુધવારે કડી નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટર તેમજ કર્મચારીઓ ત્યાંથી નીકળતા અને દેશી દારૂના અડ્ડા ઉપર નજર પડતા દેશી દારૂના અડ્ડા ઉપર જઈને અંદર તલાશી લેતાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ અંદરથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસ દોડતી થઇ હતી.

બુટલેગર બબલુ મારવાડી દેશી દારૂ અડ્ડાઓ પર મળી આવ્યો
કડી નગરપાલિકા દ્વારા બુધવારે વડવાળા હનુમાનજીના મંદિરની બાજુમાં વર્ષોથી ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી અને પોલીસને જાણ કરતાં કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે દેશી દારૂનો વેપાર કરતો બુટલેગર બબલુ મારવાડી મળી ન આવ્યો હતો. પણ તેનો સાગરીત રવિ મારવાડી સ્થળ ઉપરથી મળી આવ્યો હતો. દેશી દારૂની પોટલીઓ અને ઈસમને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જ્યારે કડી નગરપાલિકા દેશી દારૂનો અડ્ડો દબાણમાં હોવાથી વિવિધ ચીજવસ્તુઓ ટ્રેક્ટરમાં ભરીને પાલિકા ખાતે લઈ ગઈ હતી.

અડ્ડા ઉપરથી ચોપડો મળી આવ્યો જેમાં પોલીસ શબ્દનો ઉલ્લેખ
કડી નગરપાલિકા દ્વારા વડવાળા હનુમાનજીના મંદિર પાસે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરીને અડ્ડામાં તપાસ કરતાં એક ચોપડો મળી આવ્યો હતો. જેમાં ઉપર દેશી દારૂનો હિસાબ લખેલો હતો અને અંદર પોલીસ કિશોરકાકા રૂપિયા 500 એમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો શું પોલીસ હપ્તો લઈને દેશી દારૂનો અડ્ડો ચલાવવાની પરમિશન આપતી હતી? તેવો પ્રશ્ન લોકોના મનમાં ઉદભવી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ કાર્યવાહી કરે છે કે પોલીસ આંખ મીંચીને દેશીદારૂના અડ્ડાઓ ધમધમવા દેશે.

અન્ય સમાચારો પણ છે...