ચૂંટણી:નંદાસણ પંચાયતમાં સૌથી ઓછું 67.28, સૌથી વધુ પંથોડામાં 95.55 ટકા મતદાન

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 78% મતદાન
  • મહિલાઓએ ઘરમાં કામ સમેટી મતદાન કરી લોકશાહી પર્વ ઊજવ્યું

કડી તાલુકાની 19 ગ્રામ પંચાયતો પૈકી સૌથી ઓછું મતદાન નંદાસણ ગ્રામ પંચાયતમાં 67.28 ટકા અને સૌથી વધુ પંથોડા ગ્રામ પંચાયતમાં 95.55% મતદાન નોંધાયું હતું. તમામ તાલુકા પંચાયત મળી 63 મતદાન મથકો પર સરેરાશ 78 મતદાન નોંધાયું હતું. કડી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં 52 સરપંચ અને 140 વોર્ડ સભ્યો માટે રવિવારે 63 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મતદારોએ દાખવેલા અભૂતપૂર્વ ઉત્સાહને પગલે સરેરાશ 78 % મતદાન થયુ હતુ. કડી તાલકાના 19 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલાક ગામોમાં બહાર ગામ વસતા મતદારોને પણ ખાસ વાહન ભાડું આપીને તેમની રીતે મતદાન કરવા બોલાવાયા હતા. તાલુકાની 19 ગામ પંચાયતોમા 52 સરપંચ અને 140 વોર્ડના સભ્યો સાથે મળી કુલ 192 ઉમેદવારોનુ ભાવિ મતપેટીમા સીલ થયુ હતુ. મહિલાઓએ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...