તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કડી તીનબત્તી વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસનાં તાળાં તૂટ્યાં

કડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસ્કરો સરકારી મોબાઇલ ચોરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી - Divya Bhaskar
તસ્કરો સરકારી મોબાઇલ ચોરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

કડીના કસ્બા સ્થિત તીનબત્તી વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસનાં તાળાં તૂટ્યાં હતાં. જેમાં એક સરકારી મોબાઇલ ચોરાયો હોવાનું ખુલ્યું હતું. પોસ્ટ માસ્તરના નિવેદન આધારે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ નાતાલ સહિતની સળંગ ત્રણ દિવસ રજા દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી. સોમવારે સવારે સફાઈ કામદાર આવ્યો ત્યારે કચેરીનું તાળું તૂટેલું હતું.

સફાઈ કામદારે પોસ્ટ માસ્તરને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. ચોરી થયાની આશંકાને પગલે પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરતાં ત્રણ દરવાજાનાં તાળાં તોડી અંદર પોસ્ટમેનના રૂમના કબાટ સહિત મુખ્ય કચેરીના રૂમની અંદર ઘૂસી તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરો એક સરકારી મોબાઈલ ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે પોલીસે પોસ્ટ માસ્તર ગોવિંદજી ઠાકોરના નિવેદન આધારે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો