સેવાકીય પ્રવૃતિઓ:કડી સેવાકીય પ્રવૃતિઓ થકી ધબકતું રહે છે:નિતીન પટેલ

કડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયત્રી શક્તિપીઠના આઠમા પાટોત્સવમાં અગ્રણીઓ હાજર

કડીના કરણનગર રોડ સ્થિત ગાયત્રી શક્તિપીઠનો આઠમો પાટોત્સવ તેમજ સ્વ.કિરીટભાઈ બળદેવભાઈ પટેલ ગાયત્રી ભવન પરિસરનો નામકરણ સમારોહ શુક્રવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાતાં તેઓએ કડીમાં નાત જાતના ભેદભાવ વિના સેવાકીય અવિરતપણે સેવાકીય પ્રવૃતિઓ થાય છે તેમ જણાવ્યું હતુ.

ઈન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ના ડાયરેક્ટર અને કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ પટેલ, મહેસાણા ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, યાર્ડ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ,નામકારણ ભવનના દાતા પાલિકા કારોબારી ચેરમેન જગદીશભાઈ પટેલ,ભવનના દાતા વિષ્ણુભાઈ પટેલ (નગરસેવક),શહેર ભાજપ પ્રમુખ જશવંતભાઈ પટેલ, બબલુભાઈ ખમાર સહિત ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ નટવરભાઈ પટેલ,સુરેશભાઈ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...