તપાસ:કડીમાંથી પાટડીની યુવતીને વિધર્મી યુવક ભગાડી જવાની તપાસ મહારાષ્ટ્ર પહોંચી

કડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુર ગામનો મંગેતર ટ્રાયલરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયોને યુવતી રહસ્યમય રીતે ગુમ
  • લવજેહાદની આ ઘટનાના વિરોધમાં પાટડીમાં 5000થી વધુ લોકોએ આક્રોશ રેલી કાઢી

કડી તાલુકાના ધરમપુરે મંગેતરના ઘરે આવેલી પાટડીના ખેડૂતની દીકરી ખરીદી માટે કડી આવી હતી, ત્યાંથી વિધર્મી યુવક ભગાડી લઈ જતાં કડી પોલીસે સેલ આઈડી આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં મહારાષ્ટ્રમાં હોવાનું જાણવા મળતાં પોલીસ તપાસ માટે મહારાષ્ટ્ર પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લવજેહાદની આ ઘટનાના વિરોધમાં ગુરુવારે પાટડીમાં 5000થી વધુ લોકોએ આક્રોશ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું.

પાટડીની યુવતીનું સગપણ કડીના ધરમપુર ગામના ધવલ રમેશભાઈ પટેલ સાથે કર્યું હતું. અઠવાડિયા અગાઉ આ યુવતી મંગેતરને મળવા ધરમપુર આવી હતી. ત્યાંથી મંગેતર અને ધવલ કડી કપડાંની ખરીદી માટે આવ્યા હતા. શહેરની એચડીએફસી બેન્ક નજીક કપડાંની દુકાનમાં મંગેતર ટ્રાયલ રૂમમાં કપડાં ચેન્જ કરવા ગયો તે અરસામાં રહસ્યમય સંજોગોમાં આ યુવતી ગુમ થઈ ગઈ હતી.

આથી તેના મંગેતરે તાત્કાલિક પાટડી ખાતે પરિવારને જાણ કરતાં બંને પરિવાર યુવતીની શોધખોળમાં લાગ્યા હતા. સગાસંબંધીઓને ત્યાં તેમજ તેનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હોઈ તેણીના પિતાએ કડી પોલીસ મથકે ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેની સાથે તેમણે વિરમગામમાં રહેતો વ્હોરા હુસેન યુનીશભાઈ ભગાડી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

જેને પગલે કડી પીઆઈ બી.ડી. ગોસ્વામીએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. યુવક ભગાડી ગયો હોવાની યુવતીના પિતાની આશંકાને પગલે તે દિશામાં તપાસ હાથ ધરતાં સેલ આઈડી આધારે કડી પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...