કડીમાં તસ્કરોએ જાણે માઝા મૂકી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે તસ્કરોને પોલીસનો કોઈ ભય જ નથી તેવું પણ જોવા મળી રહ્યું છે. જ્યારે રીક્ષાની ચોરી દસમા મહિનામાં બેસતા વર્ષના દિવસે થઈ હતી, પરંતુ કડી પોલીસે રિક્ષા માલિકની ફરિયાદ વિશે આખ આડા કાન કર્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે દસમા મહિનાના બેસતા વર્ષના દિવસે રીક્ષાની ચોરી થઈ હતું, પરંતુ રીક્ષા માલિક કડી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી ગયો હતો અને મહેસાણા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કર્યા બાદ કડી પોલીસે રિક્ષા માલિકની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી. ચોર રીક્ષાની ચોરી કરી ભાગતો હોય તેવું સીસીટીવીમાં કેદ થવા પામ્યું હતું
કડી શહેરની સિવિલ કોર્ટની પાછળના ભાગે આવેલ અલકેવસર ફ્લેટની અંદર રહેતા હનીફ સૈયદ પોતે રીક્ષા ચલાવીને ગુજરાત ચલાવી રહ્યા છે. તેઓએ ફ્લેટની નીચે પાર્કિંગમાં બહારગામ જઈને આવીને પાર્ક કરી હતી. જે દરમિયાન તેઓ પોતાના ઘરે જઈને રાત્રિ દરમિયાન સુઈ ગયા હતા. જે દરમિયાન સવારે તેઓને ધંધા અર્થે જવાનું હોય તેવો પાર્કિંગમાં આવીને જોયું તો તેમની રીક્ષા મળી ન આવી હતી. જે દરમિયાન તેઓએ ફ્લેટની અંદર લગાવેલ સીસીટીવીમાં જોતા તેઓની રીક્ષા રાત્રે એક વાગ્યાની આજુબાજુ તસ્કર લઈને જતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જે દરમિયાન તેઓએ સવારે કડી પોલીસ સ્ટેશને આવીને અરજી આપી હતી અને પોલીસે તેની કાર્યવાહી કરી હતી
આ બાબતે હનીફ સૈયદ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની રીક્ષા દસમાં મહિનામાં બેસતા વર્ષના દિવસે ચોરી થઈ ગઈ હતી અને રાત્રિ દરમિયાન એક વાગ્યાના સમયે ચોર મારી રીક્ષા ચોરી કરીને ભાગ્યો હતો અને સવારે મેં સીસીટીવીમાં જોયું તો રીક્ષા 1:00 વાગ્યે ચોરાઈ ગઈ હતી. જે બાબતે કડી પોલીસ સ્ટેશને જઈને મેં અરજી આપી હતી, પરંતુ મારી ફરિયાદ નોંધવામાં આવી ન હતી. મેં બેથી ત્રણ વખત કડી પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરી હતી કે મારી ફરિયાદ નોંધો, પરંતુ પોલીસે કાર્યવાહી કરી ન હતી અને મેં મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીને રૂબરૂ મુલાકાત કરી હતી. જ્યાં એસપીએ કડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કર્યો હતો. જે બાદ હું કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને મારી પાકી ફરિયાદ નોંધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.