તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીલઝડપ:મહેમાન વર-વધૂ સાથે ફોટો પડાવવા ગયા ટાબરિયો રોકડ-દાગીના ભરેલું પર્સ લઇ છૂ

કડી9 દિવસ પહેલા
પર્સ લઇને ભાગેલો કિશોર સીસીટીવી કેમેરામાં કેદ
 • કડીના કરણનગર રોડ પર ગાયત્રી મંદિરે લગ્નમાં ઘટના
 • અમદાવાદની મહિલાનું 57 હજારની મત્તા ભરેલું પર્સ ચોરાયું

કડીમાં કુટુંબી દીકરીના લગ્ન પ્રસંગે આવેલ અમદાવાદનું દંપતી વરવધૂ પાસે ફોટો પડાવવા ગયુંને એક ટાબરિયો રૂ.57 હજારના દાગીના તથા રોકડ ભરેલું પર્સ તફડાવી ગયો હતો. જે અંગે ફરિયાદ નોંધી પોલીસે સીસીટીવી કેમેરા આધારે ટાબરિયાની શોધખોળ હાથ ધરી, પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.

અમદાવાદ નિર્ણયનગર ખાતે રહેતા પંચાલ રસિકભાઈ ભાઈલાલભાઈ તેમની પત્ની સોનલબેન સાથે કડીમાં કુટુંબી ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે સોમવારે આવ્યા હતા અને કરણનગર રોડ સ્થિત ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા લગ્નમાં બપોરે એક વાગ્યાના અરસામાં સોનલબેન તેમના દાગીના અને રોકડ ભરેલું પર્સ (બેગ) લગ્નની ચોરીની બાજુમાં મૂકીને વરવધૂ સાથે ફોટા પડાવતા હતા. તે દરમિયાન એક ટાબરિયો અન્ય મહેમાનોની નજર ચૂકવી દાગીના અને રોકડ ભરેલું પર્સ (બેગ) તફડાવી જતાં લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ટાબરિયો હાથે લાગ્યો ન હતો. ચોરીની સમગ્ર ઘટના ગાયત્રી મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના અંગે રસિકભાઈ પંચાલે કડી પોલીસ મથકમાં રૂ.50 હજારના દાગીના તથા રૂ.7 હજાર રોકડા મળી કુલ રૂ.57 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો