કડી શહેરના તંબોળીવાસ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી યુવતીના લગ્નને હજી તો એક વર્ષ પણ થયું નથી. જ્યાં પતિ અને સાસરિયાના ત્રાસથી યુવતીએ દવા ગટ ગટાવીને આત્મહત્યાની કોશિશ કરતા તેને ગાંધીનગર તેમજ કડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કડી પોલીસે સાસરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પતિ ગડદા પાટુનો માર મારતો
કડી શહેરના તંબુડી વાસ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન જાન્યુઆરી 2022ના દિવસે અમદાવાદ ખાતે રહેતા અલમાસ શેખ સાથે થયા હતા. જ્યાં સુખી સંપન્ન તેઓનું ઘર સંસાર ચાલી રહેતો હતો અને તેઓ અમદાવાદ ખાતે વટવા ચાર માળિયામાં રહેતા હતા. જ્યાં લગ્નના બે મહિના થવાની સાથે જ યુવતીના સાસુ સસરા દ્વારા નાની નાની વાતમાં માથાકૂટ થવાની શરૂઆત થઈ ગઈ હતી. જ્યાં તેના પતિ છૂટક મજૂરી કામ અર્થે જઇને ઘરે આવે એટલે તેના સાસુ-સસરા તેને ચડાવતા હતા અને જ્યાં તેના પતિ તેના માતા પિતાની વાતો સાંભળીને પત્ની સાથે જેમ ફાવે તેમ અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું. જ્યાં પતિ અલમાસ શેખ દ્વારા યુવતીને નાની નાની બાબતે રોકટોક તેમજ મન ફાવે તેમ બોલી ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો.
યુવતીએ સાસરીમાં જવાની પતિને ના પાડી
કડીના તંબોળીવાસમાં રહેતી યુવતીના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા. આજથી આશરે 2 મહિના પૂર્વે તેને અમદાવાદની એસ.જી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને તેણે હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. જ્યાં તેની તેના પતિ અને તેના સાસુ સસરા દેખરેખ ન રાખતા પરિણીતાએ તેના માતા પિતાને કડીથી અમદાવાદ બોલાવ્યા હતા. જ્યાં તેના માતા-પિતા અમદાવાદ ખાતે ગયા હતા અને યુવતીએ સંપૂર્ણ હકીકત તેના માતા-પિતાને કહી હતી. શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું તેના માતા-પિતાને જણાવ્યું હતું. જ્યાં માતા-પિતા હોસ્પિટલમાંથી રજા લઈને પોતાની દીકરી સાથે લઈ કડી આવ્યા હતા. જ્યાં યુવતીના પતિ અલમાસ શેખ આજથી એક મહિના પૂર્વે યુવતીના ઘરે કડી તંબોળી વાસ ખાતે ગયો હતો અને યુવતીને કહ્યું કે, ચાલ અમદાવાદ! પરંતુ યુવતીએ અમદાવાદ પોતાની સાસરીમાં જવાની પતિને ના પાડી દેતા પતિએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી
જ્યાં કડી ખાતે પોતાની બે માસની દીકરીને લઈને આવેલી યુવતી પોતાના ઘરે હાજર હતી. માતા-પિતાની સાથે રહેતી હતી, જ્યાં આજ અઠવાડિયા પૂર્વે તેના સાસુ સસરાનો તેના ઉપર ફોન આવ્યો અને કહ્યું કે, તું અમદાવાદ આવી જા પરંતુ યુવતીએ ના પાડતા તે બોલવા લાગ્યા હતા. તેના મન ઉપર લાગી આવતા બપોરના સમયે ઘરે કોઈ હાજર ન હોય બાથરૂમમાં પડેલું ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જ્યાં તેની બેન આવી જતા માતા-પિતાને બોલાવ્યા હતા અને તેને કડીની કુંડાળ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટના કડી પોલીસને કરાવતા કડી પોલીસ દોડી આવી હતી અને તેના પતિ અલમાસ શેખ, ફિરોઝા બાનુ શેખ, ઈકબાલ શેખ, સુલતાનબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.