કડી શહેર તેમજ તાલુકાની અંદર તસ્કરો બેફામ બની રહ્યાં છે. ત્યારે કડી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા પામ્યા છે. છેલ્લા એક મહિનાથી કડી શહેર તેમજ તાલુકાની અંદર તસ્કરોએ અસંખ્ય મકાનોના તાળા તોડી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારના લોકો ભયના ઓઢા હેઠળ જીવી રહ્યાં છે. ફૂલ ગુલાબી ઠંડીમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ બેફામ બનીને મકાનોના તાળા તોડી લાખો રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના લઈ રફુચક્કર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે કડી તાલુકાના કુંડાળ ગામે આવેલી રાધે રેસીડેન્સીમાં પરિવાર ઘરના ઉપરના માળે શુંતો હતો અને નીચે ઘરનું લોક તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ રફુચક્કર થઈ જતા પરિવાર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયો હતો.
કડી તાલુકાના કુંડાળ ગામની સીમમાં આવેલા રાધે રેસીડેન્સીમાં રહેતા જીગ્નેશ ત્રિવેદી કે જેઓનું મૂળ વતન માણસા થાય છે. છેલ્લા બે વર્ષથી રાધે રેસીડેન્સી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને કડી છત્રાલ રોડ ઉપર આવેલા સોમાણી કંપનીમાં તેઓ નોકરી કરી રહ્યાં છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. સવારે 6:00 વાગે જાગીને જોયું તો તેમના મકાનનું લોક તૂટેલી હાલતમાં હતું.
જ્યાં તેઓ દરવાજો ખોલીને અંદર જતા સમગ્ર ઘરની અંદર અસ્તવ્યસ્ત સામાન પડેલો જોયો હતો. લાકડાની તિજોરી પણ તૂટેલી હાલતમાં તેમજ ખૂલેલી હાલતમાં જોઈ હતી. જ્યાં ઘટના બનતા તેઓ હજમચી ઉઠ્યા હતા અને તેમના પરિવારજનો તેમજ પડોશીઓને જાણ કરી હતી. જ્યાં જીગ્નેશ તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનમાં દોડી ગયો હતો. કડી પોલીસને રજૂઆત કરી હતી તેમજ કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. મકાનની અંદરથી તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. જતા જતા ચોરોએ એક નિશાની મુકી છે. પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેમ ચંપલની ઉપર પર્સ મળી આવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.