પરિવાર પર આભ તૂટી પડ્યું:કડીના ગુમ વિદ્યાર્થીના પરિવારે હાડપિંજરના અંતિમ સંસ્કાર કર્યા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક સાહિલ શર્માની સ્કૂલ બેગ અને સાયકલનો હજુ કોઇ અત્તોપત્તો નથી

કડીના છત્રાલ રોડ સ્થિત સેરા કોલોનીમાં રહેતા અને તેની નજીક આવેલ સ્પ્રિંગડેલ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા સાહિલ શર્માનંુ 23 દિવસે પિયજ નજીક નર્મદા કેનાલમાંથી હાડપિંજર મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.પરિવારે તેના સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, મોજા અને ટાઈ પરથી પુત્રની ઓળખ કરી શુક્રવારે બપોરે કડી ખાતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, સાહિલની સ્કૂલ બેગ,સાયકલ કેનાલ પરથી મળી આવી નથી.

યશનંદનકુમાર શર્માનો 14 વર્ષીય પુત્ર સાહિલ સ્પ્રિંગડેલ નામની ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. શાળામા ચોરી મામલે શિક્ષકે પોલીસ ફરિયાદના નામે ધમકીઓ આપ્યા બાદ 27 એપ્રિલના રોજ તેના પિતાને શાળામાં બોલાવી શિક્ષકે છાત્રને ટોર્ચર કર્યો હતો.પિતા સાથે સાહિલ સાયકલ લઇને ઘરે જવાને બદલે જતો રહ્યો હતો. ગુરૂવારે કલોલ તાલુકાના પિયજ નજીક નર્મદા મુખ્ય નહેરમાં હાડપિંજર બની ગયેલી હાલતમાં લાશ મળી હતી. સાહિલના પિતાએ સ્કૂલ યુનિફોર્મ, શૂઝ અને ટાઈ પરથી પુત્રની હોવાની શંકા દર્શાવતાં પોલીસે સેમ્પલ લઈ લાશ પરિવારને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...