તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નાની કડીમાં ત્યજી દીધેલા બાળકને કૂતરાંએ ફાડી ખાધું

કડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈભવ બંગલોઝના કમ્પાઉન્ડમાંથી મૃત નવજાત મળ્યું
  • અજાણી મહિલા સામે પોલીસે ગુનો નોંધ્યો

નાનીકડી સ્થિત વૈભવ બંગલોઝના કમ્પાઉન્ડમાંથી સોમવારે સાંજે મૃત નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. પોલીસે આ મામલે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડીના નાનીકડી ગામે કલ્યાણપુરા રોડ સ્થિત વૈભવ બંગલોઝના કમ્પાઉન્ડમાં સોમવારે સાંજે કૂતરાંએ પકડીને ફાડી ખાધેલી હાલતમાં મૃત નવજાત શિશુ (છોકરો) પડ્યું હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું.

જે અંગે પોલીસને જાણ કરતાં દોડી આવેલી પોલીસે મૃત નવજાત શિશુની લાશ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ મામલે આશિક ગોવિંદભાઇ પટેલની ફરિયાદ આધારે પોલીસે જન્મ છુપાવવાના હેતુથી તાજા જન્મેલા બાળકને તરછોડનાર અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી હોસ્પિટલમાં તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...