તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:કડીના દંપતીનો 26મી વર્ષગાંઠ નિમિત્તે 2600 વૃક્ષ વાવવાનો સંકલ્પ

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેનની પ્રેરક પહેલ, લોકો લગ્ન, જન્મ કે પુણ્યતિથિને યાદગાર બનાવવા વૃક્ષારોપણ કરે

મહેસાણા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરી અધ્યક્ષ દિનેશ પટેલ અને તેમનાં પત્ની કડી નગરપાલિકા આરોગ્ય અને પર્યાવરણ સમિતિનાં ચેરમેન ઉષાબેન પટેલે તેમની 26મી વર્ષગાંઠ નિમિત્તે શહેરમાં 2600 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો છે અને બુધવારે તેની શરૂઆત કરી હતી.હાલ કોરોના મહામારીમાં ઓક્સિજનની અછતને પગલે કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ત્યારે જીવસૃષ્ટિ પર મફત ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ લોકોને કોરોનાએ સમજાવ્યું છે. જેને પગલે આ દંપતીએ નગરપાલિકાના સહયોગથી બુધવારે તેમની 26મી વર્ષગાંઠ દિન નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું. આ સંકલ્પને પૂર્ણ કરવા વિનામૂલ્યે રોપાનું વિતરણ વડવાળા હનુમાનજી મંદિર નજીકથી કરાશે. આરોગ્ય સમિતિનાં ચેરમેન ઉષાબેન પટેલે નગરજનોને પોતાના લગ્ન, જન્મ કે પુણ્યતિથિને યાદગાર બનાવવા વૃક્ષારોપણનો સંકલ્પ કરી વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...