બિલ્ડર સામે રોષ ભભૂક્યો:કરણનગર રોડ પર આવેલા લેવિસ ફ્લેટના બિલ્ડરે કોમન રસ્તામાં ગેરકાયદેસર રસ્તો બનાવતાં રહીશો પાલિકાએ ધસી ગયા

કડી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડરે કોમન રસ્તામાં ગેરકાયદેસર રસ્તો બનાવતા રજૂઆત કરવામાં આવી
  • કડી પાલિકાના ચીફ ઓફિસરને સોસાયટીઓના લોકોએ રજૂઆત કરી

કડી કરણનગર રોડ ઉપર વિકાસ ખુજ જ પ્રમાણ વધી રહ્યો છે. ત્યારે ત્યાં રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં લોકો આજુ બાજુના ગામડાના લોકો તથા અન્ય લોકો પણ ત્યાં રહેવા માટે લોકો બંગ્લોઝ કે ફ્લેટમાં આવતા હોય છે. ત્યારે મોટા પ્રમાણમાં બિલ્ડરો દ્ધારા અલગ અલગ જગ્યાએ બંગ્લોજ કે ફ્લેટનું બાંધકામ કરવામાં આવતું હોય છે. કડી કરણનગર રોડ ઉપર લેવિસ ફ્લેટ બની રહ્યા છે. આજુ બાજુમાં નાની મોટી સોસાયટીના અન્ય પણ રસ્તાઓ આવેલ હોવાને કારણે નિયમ પ્રમાણે ચોક્કસ માપ છોડી ને અન્ય બીજો રસ્તો બનાવવાની શરત હતી પણ તે ના મૂકતા ત્યાંના સ્થાનિકોને તકલીફ માં મૂકતા બિલ્ડર સામે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

શરત વિરૂદ્ધ જઇને રસ્તો બનાવવામાં આવ્યો
કડીના કરણનગર રોડ ઉપર આવેલ લેવિસ ફ્લેટના બિલ્ડરે તેનો દરવાજો કોમન રોડ ઉપર ઢાળ સાથે મૂકી અને જેની શરત પ્રમાણે 12 મીટરનું અંતર છોડી કાયદેસરનો રસ્તો મૂકી આપવાની શરત કરવામાં આવી હતી. જેમાં આ શરત વિરૂદ્ધ જઇને રસ્તો બનાવવામાં આવ્યો છે અને આ રસ્તાના કારણે ત્યાંની આજુ બાજુમાં આવેલી સોસાયટીના દરેક રહેવાસીઓને ત્યાંથી નીકળવું અને ત્યાંથી આવતા બાળકોને નીકળવામાં પણ અક્સ્માતનો ભય જોવા મળી રહ્યો છે. જેના કારણે ત્યાંના રહેવાસીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. જેના કારણે સોસાયટીના લોકોએ ભેગા થઈને કડી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રસ્તાનું યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો જશોદા પાર્ક સોસાયટી સહિત સોસાયટીના લોકો ભેગા મળીને આગળની કાર્યવાહી કરશે એવી ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...