તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીની લાશ મળી:કડીના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશરે 35 વર્ષીય મહિલાની લાશ કેનાલમાંથી મળી

કડી તાલુકાના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર ફેલાઇ જવા પામી હતી. બુધવારે નર્મદા કેનાલમાં ફોગાયેલી હાલતમાં યુવતીની લાશ તરતી જોઇ સ્થાનિકોએ તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીની લાશને બહાર કાઢી

કડી તાલુકાના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાં બુધવારે એક મહિલાની લાશ મળી આવી હતી. નર્મદાની કેનાલમાં નજીકથી પસાર થઇ રહેલા સ્થાનિકોએ મહિલાની લાશને તરતી જોતા કડી પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીની લાશને બહાર કાઢી હતી. અને કડી પોલીસે આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની યુવતીની લાશને સરકારી દવાખાને પીએમ કરાવી તેની ઓળખવિધી કરવા વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર તપાસ પીએસઆઇ પ્રશાંત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો