હત્યાની આશંકા:કડીના લક્ષ્મીપુરા કાંસમાં પીપમાંથી યુવકની લાશ મળી

કડી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશનું અમદાવાદ પેનલ તબીબો દ્વારા પીએમ કરાવાયું

કડીના લક્ષ્મીપુરા (આદુંદરા) નજીક કાંસના પાણીમાં એક લાશ તરતી દેખાતા કડી પોલીસે સ્થાનિકોની મદદથી લાશને બહાર કાઢી હતી. પ્લાસ્ટીકના પીપમાં લાશ શંકાસ્પદ જણાતા અમદાવાદમાં પેનલ તબીબથી પીએમ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.

શહેરના ઓઘડનાથ મહાદેવ નજીક લક્ષ્મીપુરા (આદુંદરા) થી બલાસર તરફ જતા કાંસમા છેલ્લા બે દિવસથી લાશ તરતી દેખાતી હતી.સ્થાનીક કડી પોલીસના આમપ્રજા સાથેના અસુમેળ ભર્યા વ્યવહારોને પગલે ગામલોકોએ પોલીસને કહેવાનુ ટાળ્યુ હતું. શુક્રવારે સાંજે લક્ષ્મીપુરાના જાગૃત યુવાને કડી પોલીસ સુધી મહામહેનતે વાત પહોંચાડી હતી.ત્યારબાદ પોલિસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ.

પોલીસે સ્થાનિકોની મદદથી લાશને બહાર કાઢી જોતા લાશ પ્લાસ્ટિકના પીપમાં કમર સુધીનો ભાગ પુરેલો અને કમરથી નીચેનો ભાગ બહાર હતો.પોલીસે શંકાસ્પદ હાલતમાં પુરૂષની લાશ કડી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી. પરંતુ હત્યાની આશંકાને પગલે પોલિસે શનિવારે લાશનુ અમદાવાદ ખાતે પેનલ તબીબો મારફતે પીએમ કરાવી આગળની તપાસ ચાલુ હોવાનુ પીએસઆઈ ઠક્કરે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...