તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કડી કરણનગર કેનાલમાંથી પિયજના યુવકની લાશ મળી

કડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ દિવસથી ગુમ યુવકનું બાઇક પિયજ કેનાલથી મળ્યું

કલોલ તાલુકાના પિયજ ગામના ત્રણ દિવસથી ગુમ યુવકની લાશ કડીના કરણનગર નજીક નર્મદાની કેનાલમાંથી ગુરુવારે મળી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિયજનો પરિમલ પરમાર છત્રાલ સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતો અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. સોમવારે ઘરેથી બાઇક લઈને નીકળ્યા બાદ તેનું બાઇક પિયજ નજીક નર્મદા કેનાલ પરથી મળી આવતાં તેની શોધખોળ આદરી હતી.

પરંતુ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન કલોલ તાલુકા પોલીસ મથકે પરિમલ ગુમ થયા અંગે જાણ કરાતાં પોલીસ અને પરિવારે તરવૈયાની મદદથી પરિમલની કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, ત્રીજા દિવસે ગુરુવારે બપોરે એક લાશ કડીના કરણનગર નજીક નર્મદા કેનાલમાં તરતી હોવાની જાણ પરિમલના પરિવારને થતાં તેમણે કરણનગર દોડી આવી ઓળખ કરી હતી.

શરીર ઉપર ઈજાના કોઈ નિશાન નથી : પોલીસ
ઘટનાની તપાસ કરતા એએસઆઈ ભગવાનજી ઠાકોરે જણાવ્યું કે, પરિમલ પરમારની લાશ ઉપર કોઈ ઈજાના નિશાન નથી. અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો