તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કડીમાં રાત્રી દરમિયાન વેપારી પર થયેલા હુમલામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કડીમાં બે દિવસ પૂર્વે વહેપારી પર હુમલો કરી લોહીલુહાણ કર્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કરણનગરથી બુડાસણ રોડ પર શુક્રવારે રાતે 10 વાગ્યા આજુબાજુ ત્રણ ગાડીઓમાં આવેલા ઈસમોએ જમીન બતાવવા મામલે વેપારીને ફોન કરી રોડ પર બોલાવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. જેથી વેપારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ત્યારેબાદ ગાડીમાં તોડફોડ કરી હતી. ઇજાગ્રસ્ત વહેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના અંગે વહેપારીએ ગઇકાલે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રોહિત પંકજભાઈ પ્રજાપતિ અને ભૂરા પ્રજાપતિ સામે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ, ત્રણ ગાડીઓમાં આવેલા સાતથી આઠ જેટલા શખ્સો બાબુભાઇ પ્રજાપતિ નામના વેપારી પર હુમલો કરી ફરાર થઈ ચૂક્યા હતા. વેપારીની ગાડીમાં પણ તોડફોડ કરી નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. જ્યારે ઘાયલ થયેલા બાબુભાઇ પ્રજાપતિને સારવાર અર્થે કડીમાં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો