તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કડીની ગંગોત્રી હોટલના માલિકના પુત્રનું ગાડી પલટી ખાતાં મોત

કડી/પાટડી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પત્ની અને પુત્રને સાસરી કચ્છ મુકીને પરત આવતાં માલવણ પાસે અકસ્માત

પાટડીના માલવણ હાઇવે પર મોટી મજેઠી ચેક પોસ્ટ આગળ ગાડી પલ્ટી ખાતા માથામાં ગંભીર ઇજાઓ થતા કડીના રાજપૂત સમાજના અગ્રણી અને ગંગોત્રી હોટલના માલિક અજયસિંહ જાડેજાના પુત્ર રાજદિપસિંહનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. બજાણા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કર્યો છે.

ઈરાણાના વતની અને કડી તાલુકા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ તેમજ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય અજયસિંહ મનોહરસિંહ જાડેજાના એકના એક પુત્ર રાજદિપસિંહ જાડેજા સોમવારે પોતાની ગાડી નં. જીજે 01-સીઅે-6615 લઈને પત્નીને પુત્ર સાથે તેના પિયર કચ્છ મુકીને બપોરે પરત આવતા હતા દરમ્યાન પાટડીના માલવણ હાઇવે પર મોટી મજેઠી રોડ પોસ્ટથી થોડા આગળ રાજદિપસિંહ જાડેજા (30) ની ગાડી પુરઝડપે પસાર થઇ રહી હતી.

ત્યારે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટીને બાજુમાં ખેતરમાં પટકાતા રાજદિપસિંહ જાડેજાને ગંભીર ઇજાઓ થતા રાજદિપસિંહનુ મોત નિપજ્યું હતુ.બનાવની જાણ થતાં બજાણા પોલીસ લાશને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી ગુનો દાખલ કરી પીએસઆઈ વી.એન.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો