કડીમાં તસ્કરો બેફામ:વામજ ગામે નર્મદા કેનાલમાં મુકેલી રૂપિયા 30 હજારની કિંમતની પાણીની મોટર લઈ તસ્કરો રફુચક્કર

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા તેમજ શહેરની અંદર તસ્કરો બેફામ બની ગયા છે. ત્યારે કડી તાલુકાના વામજ ગામે ખેતરમાં પાણી લેવા માટે નર્મદા કેનાલ પાસે મુકેલી ત્રીસ હજાર રૂપિયાની મોટર તસ્કરો લઈ રફુચક્કર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના વામજ ગામે રહેતા મુકેશ પટેલ કે જેઓ ગામની અંદર તેઓની જમીન આવેલી છે અને જમીનનો વ્યવસાય કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને 60 વીઘા જમીન તેમના ગામની અંદર જ આવેલી છે. જ્યાં તેઓ ખેતરમાં પાણી લેવા માટે મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓ ખેતરમાં જતા તેઓએ લાવેલી લુબી કંપનીની પાંચ હોર્સ પાવરની મોટર ખેતરની અંદર તેમજ કેનાલની આજુબાજુ ન દેખાતા તેઓએ તપાસ કરતા તેઓને માલુમ થયું હતું કે, તેમની 30,000 રૂપિયાની મોટર ચોરી થઈ ગઈ છે. જ્યાં મુકેશ પટેલ કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને તેઓની મોટર ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...