તબીબના અભાવે જનતાનો ભોગ:કડી અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબોની અછત; તાલુકા હેલ્થ ઓફિસરનો નવા તબીબ માટે માગ કર્યા હોવાનો લૂલો બચાવ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી ખાતે આવેલ શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસરની જગ્યા ઘણા સમયથી ખાલી હોવા છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોવાના ઘાટ ઘડાયો છે. સારવાર માટે જનાર શહેરની આમ જનતા મેડિકલ ઓફીસર વિના ફાર્માસિસ્ટ પાસેથી દવા લઈ નિસાસા સાથે પરત ફરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા નાગરીકોને ઝડપી અને સારી તબીબી સુવિધા મળી રહે તે માટે કાર્ય કરી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને સરકારના સારા અભિગમની કઈ પડી ના હોય તેમ જનતા હેરાન થતી હોય તો ભલે થાય તેમ કરી પોતાની ફરજ સુપેરે નિભાવતા નથી. કડી શહેરમાં થોડા સમય અગાઉના ટીએચઓ ડૉ.કોકિલા સોલંકીના વહીવટમાં લોકો શહેરી અર્બન હેલ્થ સેન્ટરનો ભરપુર ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારના સમયમાં શહેરી અર્બન હેલ્થ સેન્ટર તબીબો વિના ચાલી રહ્યું હોવાથી સારવાર માટે આવેલા લોકો મોઢું બગાડી પરત ફરી રહ્યા છે.

શહેરી અર્બન હેલ્થ સેન્ટર માં જાન્યુઆરી મહિનાથી મેડિકલ ઓફીસર સહિતની જગ્યાઓ કાયમી રીતે ભરાઈ નથી. જેમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી મેડિકલ ઓફીસર અને આયુષ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે. જેથી સારવાર માટે આવતા દર્દીઓ પરત ફરી રહ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસર અને હાજર કર્મીના તબીબ ગેરહાજર અંગેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં ઘણા સમયથી કોઈ તબીબ નહીં હોવા અંગે હાજર કર્મીઓએ અઠવાડિયા કરતા વધારેથી કોઈ તબીબ નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારે તાલુકા હેલ્થ ઓફિસરે આ અંગે બે દિવસ અગાઉ જ તબીબ ગયા હોવાનું અને નવા તબીબ માટે માગ કરી દીધી હોવાનો લૂલો બચાવ કરી પોતાની આબરૂ બચાવવાની નિષ્ફળ કોશિશ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...