કડીના કલ્યાણપુરા રોડ સ્થિત બાલાપીર દરગાહથી અંડરબ્રિજ તરફ જવાના માર્ગે જીયુડીસીના કોન્ટ્રાકટરે 4 માસ અગાઉ આરએન્ડબીની મંજૂરી વગર ડામર રોડ તોડી ગટર લાઈન નાખવાનું શરૂ કર્યું હતું. જોકે, આરએન્ડબીએ કામ અટકાવી રોડને માટી અને મેટલકામ કરી મુવેબલ કરી આપવાની શરતે કામ શરૂ કરવાની મંજૂરી આપી હતી. તેમ છતાં એજન્સીએ ડામર રોડ તોડી નાખી 15 થી 20 ફૂટ ઉંડી ગટર લાઈનનું કામ કરી આડેધડ માટીપુરાણ કર્યું હતું.
જેના કારણે હાલમાં ચોમાસુ સિઝનમાં વરસાદના કારણે ઠેર-ઠેર ભૂવા અને રોડ દબાઈ જતાં કે.પી.પ્લાઝા સહિત આસપાસના દુકાનદારો અને સ્થાનિક રહીશોને અવર જવરમાં ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા 4 મહિનાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જે અંગે જીયુડીસીના મેનેજર ગોવિંદભાઈએ બે માસ અગાઉ કામ પૂર્ણ થઈ ગયું છે. આરએન્ડબીના એસ્ટીમેન્ટ પ્રમાણે ખર્ચની રકમ જીયુડીસીએ આપી દીધી હોવાનું જણાવ્યું હતું.
કોન્ટ્રાક્ટરે મંજૂરીની શરતો પ્રમાણે કામ કર્યુ નથી:R&B
કડી R&Bના નાયબ કાર્યપાલક ઈજનેર જીગ્નેશ પટેલે જણાવ્યું કે, જીયુડીસીએ ડામર રોડને ખોદી પ્રોપર લેયર વાઈઝ કોમ્પેક્ટ કર્યું નથી. લાઈનના પુરાણ દરમિયાન વોટરીંગ પણ નહીં કરતાં હાલ ચોમાસામાં રોડ બેસી જવાની સમસ્યા સર્જાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.