કડીમાં ખુલ્લેઆમ દાદાગીરી:ભટાસણ ગામે 'અમારા વાડામાંથી બકરા લઈને જવાનું નહીં' તેવું કહેતા 3 ઈસમોએ યુવાન પર ધારીયા વડે હુમલો કર્યો

કડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનના કાનના પાછળના ભાગે ઇજા પહોંચી

જોટાણા તાલુકાના ભટાસણ ગામે બકરા અમારા વાડામાંથી બકરા લઈને નીકળવાનું નહીં તેવું કહેતા સમીર દંતાણી નામના યુવાન પર ત્રણ ઇસમોએ ધારીયા વડે હુમલો કરતા યુવાનને કાનના પાછળના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો કડી પોલીસે ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જોટાણા તાલુકાના ભટાસણ ગામે રહેતા સમીર દંતાણી જ્યારે સાંજના સમયે પોતાના વાડામાં હાજર હતા, તે સમયે જીગ્નેશ મંગાભાઈ દંતાણી રહે ભટાસણ જેઓ સમીર દંતાણીના વાડામાં થઈને બકરા લઈને જતાં હતાં તે સમયે સમીર દંતાણીએ કહેલ કે અમારા વાડામાંથી તમારા બકરા લઈને જશો નહીં તેવું કહેતા જીગ્નેશ દંતાણીએ ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી શરુ કરી હતી. ત્યારે યુવાને સમજાવાની કોશિશ કરતા જીગ્નેશ દંતાણી નામના યુવાને ધારીયા વડે હુમલો કરતા સમીર દંતાણીને કાનના પાછળના ભાગે ઇજા પહોંચી હતી. તેમા દંતાણી જમીન ઉપર પડી જતા જીગ્નેશ દંતાણીના પિતા મંગાભાઇએ પણ હાથમાં રહેલી લાકડી વડે મુંઢમાર માર્યો હતો.

આજૂબાજૂના રહીશોએ યુવાનને બચાવ્યો
યુવાન બુમાબુમ કરતા નજીકમાં રહેલ તેમના પિતા અને તેમના માતા દોડી આવ્યાં હતા અને ઝગડામાંથી છોડાવ્યાં હતાં તથા આવેલા ત્રણ ઇસમોએ માર મારીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. અને સમીર દંતાણીના માતાપિતા યુવાનને કરીને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયાં હતાં ઘટનાની જાણ કડી પોલીસને થતા કડી પોલીસે ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...