“કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એ જ સાચી સેવા”ના કર્મમંત્રને સાર્થક કરતી છેલ્લા 103 વર્ષથી સતત કાર્યરત રાષ્ટ્રભક્તિ અને સમાજ સેવાને રંગે રંગાયેલી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર દ્વારા વિવિધ શાળાઓના ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે Horizon-2023નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આજના અને આવનારા સમયમાં ટેકનોલોજી, મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે થયેલી પ્રગતિની કોલેજ અભ્યાસક્રમ પર કેવી અસર થઇ રહી છે અને વિદ્યાર્થીઓની કારકિર્દી કઈ દિશામાં આગળ વધારી શકાય તે અંગે માહિતગાર કરવા લાઇવ પ્રોજેક્ટ અને મોડેલ દ્વારા પ્રદર્શનનું આયોજન સંસ્થાના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સને લગતા જુદા જુદા 28 સ્ટોલ્સના પ્રદર્શનમાં સર્વ વિદ્યાલયની 103 વર્ષની શિક્ષણ ક્ષેત્રની સફળતા અને સેવાની ગાથા, વર્લ્ડ ઓફ 2040, વિન્ડ મિલ્સ, ડિજિટલ પેમેન્ટ ગેટવે, સ્માર્ટ ડસ્ટબિન, બ્રિજ મોનિટરિંગ સિસ્ટમ, વર્ચ્યુઅલ ગેમ્સ, ૩D પ્રિન્ટર, વિઝડમ સ્કૂલ, બચપન અને પ્લેગ્રુપ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓલ્ડેજ હોમ અને એનજીઓ, પોર્ટ મેનેજમેન્ટ, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ મેનેજમેન્ટ, એરપોર્ટ સંચાલન અને રેવન્યુ જનરેશન સાથે 12 ફૂડ સ્ટોલમાં વિવિધ નાસ્તા અને વાનગીઓનું વેચાણ કરી વિદ્યાર્થીઓએ વેપારીક વિષયક જ્ઞાન મેળવ્યું.
મુલાકાતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સદર પ્રોજેક્ટ અને મોડેલ્સ કોલેજના હાલના વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા હતા. જેથી મુલાકાતી વિદ્યાર્થીઓમાં “તેઓ પણ કંઇક કરી શકે છે” તેઓ આત્મ વિશ્વાસ જાગૃત થાય. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમન વલ્લભભાઈ એમ પટેલ, સંસ્થાના મંત્રીઓ રમણભાઈ પટેલ, મણીભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું. સંસ્થાના ચેરમેન અને મંત્રીઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ પ્રસંગે કડી, મહેસાણા અને અમદાવાદની શાળાઓમાંથી લગભગ 3500થી પણ વધુ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ, 100થી વધુ શિક્ષકો અને 18થી પણ વધુ પ્રિન્સીપાલોએ મુલાકાત લઈ દરેક સ્ટોલની ઝીણવટભરી માહિતી મેળવી પ્રોજેક્ટોના મોડલો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની વિવિધ કોલેજો અને શાળાઓના પ્રિન્સીપાલો, શિક્ષકો તેમજ અધ્યાપકોએ ભાગ લીધો. ચેરમન વલ્લભભાઈ.એમ. પટેલે આ સુંદર કાર્યક્રમની પ્રશંસા સાથે મોડલો રજુ કરનાર વિદ્યાર્થીઓને તથા મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન તેમજ એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર ડો. ભાવિન પંડયા, કોમ્પ્યુટર વિધાશાખાના ડીન તેમજ નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીના ડાયરેક્ટર ડો. સંજયભાઈ શાહ તેમજ એમ પી પટેલ કોલેજ ઓફ કોમર્સના વડા ડો. કપિલ ત્રિવેદી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડનાર અધ્યાપકોને અભિનંદન આપ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.