તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:કડીના અલદેસણમાં રૂ. 5.60 લાખની ઘરફોડ

કડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કડી તાલુકાના અલદેસણમાં બંધ ઘરનું તાળું તોડી તસ્કરો રૂ.1.60 લાખ રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.5.60 લાખની મત્તા ચોરી ગયા હતા. એસપીએ બુધવારે રાત્રે 11 વાગે ચોરીના બનાવ સ્થળની મુલાકાત કરી પોલીસને જરૂરી સૂચના આપી હતી.અલદેસણ ગામે જાસલપુર રોડ પર બજાણિયા પરા નજીક કનુભાઈ મગનભાઈ દેવીપૂજકનું મકાન આવેલું છે. તેઓ ધંધાર્થે અમદાવાદ રહે છે.

મંગળવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ કનુભાઈના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના ત્રણ તાળાં તોડી અંદર ઘૂસી કબાટમાંથી સોનાના દોરા, વીંટી, સેરો સહિતના દાગીના તેમજ રોકડા રૂ.1.60 લાખ મળી કુલ રૂ.5,60,000ની મત્તા ચોરી ગયા હતા. બુધવારે સવારે આસપાસના લોકોએ ઘર ખુલ્લું દેખતાં ચોરી થયાની જાણ કનુભાઈને કરી હતી. જેમણે અમદાવાદથી અલદેસણ આવી ઘરમાં ચોરી થયાનું માલુમ પડતાં કડી પોલીસને જાણ કરી હતી. જેને પગલે એએસઆઈ મુકેશગીરીએ ઘટના સ્થળનું પંચનામુ કરી મોડી રાતે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...