• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Rivers Of Sewage Flowed Without Rain On The Road Every Day Of The Link; Resentment Among The People For Not Being Resolved By The Sewerage System That Has Been Brewing For Years

ગટર ઉભરાવાથી સ્થાનિકો અકળાયા:કડીના દેત્રોજ રોડ પર વગર વરસાદે ગટરના ગંદા પાણીની નદીઓ વહી; વર્ષોથી ઉભરાતી ગટર પાલિકા દ્વારા નિરાકરણ ન આવતા લોકોમાં રોષ

કડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડીના દેત્રોજ રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાય છે. જેના કારણે રોડ ઉપરથી નીકળતા તેમજ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ આજદિન સુધી કડી પાલિકા દ્વારા કોઈ નિરાકરણ ન લાવતા લોકોમાં પાલિકા સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો

છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ ગટર ઉભરાય છે
કડી શહેરના કેટલાંક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યાએ સળગતો સવાલ ઉભો થયો છે. ત્યારે કડી પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગટરના પાણી જાહેર માર્ગો ઉપર રેલમછેલ થઈને વગર વરસાદે જાહેર માર્ગો ઉપર પાણી ગટરના જોવા મળી રહ્યાં છે. ગટરના પાણી રોડ રસ્તાઓ ઉપર ફરી વળતા મચ્છરોનો ઉત્પાત શહેરમાં વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

દેત્રોજ રોડ ઉપર ગટર ઉભરાવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
કડી શહેરના દેત્રોજ રોડ ઉપર આવેલ વિવાહ પાર્ટી પ્લોટ પાસે છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ કડી પાલિકામાં જઇને રૂબરૂ તેમજ ટેલિફોનિક અનેકવાર રજુઆત કરી છે, પરંતુ આજદિન સુધી નિરાકરણ ન આવતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. કડીના દેત્રોજ રોડ ઉપર વિવાહ પાર્ટી પ્લોટની સામે વર્ષોથી ગટર ઉભરાય છે અને અનેકવાર ગટરના ગંદા પાણી રોડ ઉપર હોવાથી રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો સ્લીપ ખાઇને રોડ ઉપર પછડાયા છે. તેમજ ગટરના પાણીથી રાહદારીઓને કેટલીયવાર અકસ્માતના ભોગ બન્યા છે. તેમજ વર્ષોથી વિવાહ પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર ગટર ઉભરાતા ગટરના ગંદા પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગંદા પાણીના કારણે મચ્છરોમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે રોગચાળો ફેલાવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા યોગ્ય નિકાલ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...