પાણી ભરાઈ રહેતા લોકો ત્રાહિમામ:કડીના વિડજ ગામમાં વરસાદી પાણીની નદીઓ વહી, વરસાદ બંધ થવા છતા પાણી હજુ સુધી એમના એમજ

કડી12 દિવસ પહેલા
  • છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી
  • પાણી બે ત્રણ દિવસની અંદર ઓસરી જશે:TDO
  • વિરાજ ગામના લોકોએ વારંવાર તંત્રને રજુઆત કરવા છતાં કોઈ વરસાદી પાણીનો ઉકેલ આવતો નથી

કડી પંથકમાં છેલ્લા 5 દિવસમા 8 ઇંચ થી પણ વધારે વરસાદ પડ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થવા પામી હતી. કડી તાલુકામાં આવેલું વિડજ ગામમાં પણ ઠેકઠેકાણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી.

બાળકોને શાળાએ જવું ભારે મુશ્કેલ થયું
કડી તાલુકાના વિડજ ગામની અંદર વરસાદી પાણી ઘુસી જવાની સમસ્યા ઉભી થવા પામી છે. વિરાજ ગામમાં તળાવનું પાણી અને વરસાદી પાણી ગામના રસ્તાઓ તેમજ ઘરની અંદર ઘુસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. જ્યારે સ્કૂલની બહાર તેમજ મંદિરની બહાર પણ પાણી ફરી વળ્યાં છે. બાળકોને શાળાએ જવું ભારે મુશ્કેલ થયુ. છેલ્લા બે દિવસથી કડીના વિડજ ગામમાં વરસાદી પાણી રોડ રસ્તા ઉપર આવી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં 10 વર્ષથી વીડજ ગામમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થાય છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થાય છે.

વરસાદી પાણીના કારણે જવું તો ક્યાં જવું: ગ્રામજનો
કડી તાલુકાના વિડજ ગામે છેલ્લા બે દિવસથી ગામમા વરસાદી પાણીની નદીઓ વહી રહી છે, પણ હજુ સુધી તંત્રએ કોઇ કાર્યવાહી કરી નથી. જયારે ગ્રામજનોએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કહ્યું છે કે, આ વરસાદી પાણીના કારણે અમને બહુ જ તકલીફ પડી રહી છે. અમે શાળામાં બાળકોને જવું પણ ભારે મુશ્કેલ છે અને ભેંસો પણ પાણીની અંદર જ બાંધીએ છીએ અને હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોની માગણી છે કે આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ઝડપીમાં ઝડપી કરવામાં આવે.

વરસાદી પાણી બે ત્રણ દિવસની અંદર ઓસરી જશે: TDO
કડી તાલુકાના વિડજની ગામની અંદર વરસાદી પાણી રોડ ઉપર ઘુસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગામમાં ઠેક ઠેકાણે રોડ રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે જ્યારે દિવ્ય ભાસ્કરે કાળી TDO સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને બે ત્રણ દિવસની અંદર પાણી ઓસરી જશે ગામમાં કોઈને તકલીફ ન પડે તે બાબતે તલાટીને જાણ કરવામાં આવી છે જ્યારે તલાટી સાથે વાતચીત કરતા તલાટીઓ જણાવ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે ગરનાળું પાસ થઇ ગયું છે ચોમાસા પત્યા બાદ કામકાજ ચાલુ કરવાનું છે આવતા વર્ષે આ સમસ્યા નહીં હોય

અન્ય સમાચારો પણ છે...