ગંભીર અકસ્માત:કડીના ચડાસણા પાટિયા પાસે કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના નંદાસણ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ચડાસણા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં વેગેનાર ગાડીએ રીક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી અને રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેઓને અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં નંદાસણ પોલીસે વેગેનાર ગાડી ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ચડાસણા પાટિયા પાસે આવેલ ગાયત્રી ડેરી પાસે આવેલ ટોરેન્ટ કંપની સામે હાઇવે પાસે રિક્ષાને અક્સ્માત નડયો હતો. રિક્ષા નંબર GJ 18 BU 3914ને પાછળના ભાગે પુર ઝડપે હંકારી વેગેનાર ગાડી ટક્કર મારી હતી. અને રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલીક ધોરણે કલોલ શ્રદ્ધા હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને વેગેનાર ગાડી ચાલક પોતાની ગાડી થોડાક આગળના ભાગે મૂકીને નાસી છૂટ્યો હતો. વેગેનાર ગાડી નંબર HR 51 AH 3892 જે રિક્ષા પાછળના ભાગે ટક્કર મારતાં ગાડીના આગળનું બમ્પર તૂટી ગયેલ હતું. અને ત્યાં રિક્ષાચાલકને હૉસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં માથાં ના ભાગે ફેક્ચર ફેકચર થતા તેઓને વધું સારવાર માટે અમદાવાદ કે. ડી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.

કડીના ચડાસણા પાટિયા પાસે પુર ઝડપે હંકારી વેગેનાર ગાડી એ રિક્ષા ચાલક ને અડફેટમાં લેતા ગાડી ચાલક સામે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...