કાર્યવાહી:કડી ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીને 4 દી'ના રિમાન્ડ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.93 લાખની ચોરી મામલે પૂછરપછ

કડીના કરણનગરમાં અંબિકા સોસાયટીમાં બંધ મકાનમાં શુક્રવારે રાતે રૂ.4.93 લાખની ઘરફોડ ચોરી કરનાર દાહોદ ગેંગના 5 શખ્સોને કડી પોલીસે ઝડપી લઈ રવિવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કરણનગરની અંબિકા સોસાયટીમાં રહેતા તેજાજી ઠાકોરના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.4.80 લાખના ઘરેણાં અને રૂ.13 હજાર રોકડ ચોરી ગયા હતા. ફરિયાદ નોંધાતાં કડી પીઆઈ ડી.બી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પોલીસે 48 કલાકમાં જ ટેકનિકલ સર્વેલન્સ આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા દાહોદ ગેંગના એક સગીર સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા. રવિવારે પોલીસે વધુ તપાસ માટે ધરપકડ કરાયેલા વોહનીયા મિથુનભાઈ, કળમી હિતેષભાઈ, કળમી અંકુર સોમાભાઈ અને બિલવાડ મનકુમારને કડી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પીઆઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...