નિમણૂક:કડી જમીન વિકાસ બેંકના ચેરમેન તરીકે રામભાઈ પટેલની વરણી

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી એપીએમસી હોલમાં શનિવારે જમીન વિકાસ બેંકના સભ્યોની બેઠક મળી હતી. જેમા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની રાહબરી હેઠળ ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરાઈ હતી.

કડી જમીન વિકાસ બેંકના તમામ સભ્યોએ બેન્કના ચેરમેન પદે તાલુકાના મેડા આદરજ ગામના વતની સહકારી અગ્રણી રામભાઈ બી.પટેલની તથા વાઈસ ચેરમેન તરીકે કલ્યાણપુરાના વતની હસુભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરી હતી. બેઠકમાં કડી એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, વાઈસ ચેરમેન બળદેવભાઈ, કડી તા.પં.પ્રમુખ અજીતભાઈ પટેલ, કડી તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર જીવણકાકા, રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...