કડીમાં ગઠિયો એક્ટિવા લઈને ફરાર:પાણી પીવા એક્ટિવા બાજુમાં મૂક્યુંને પળવારમાં છૂમંતર થયું; ફરિયાદીએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

કડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા તેમજ શહેરની અંદર વાહનો તેમજ સાયલેન્સર ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડી રોડ પર આવેલ બાલાપીર દરગાહ પાસેથી એક્ટિવાની ચોરી થતાં કડી પોલીસ સ્ટેશનમાં આધેડે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કડીના દેત્રોજ રોડ પર આવેલ સાયોના સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પટેલ ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ એકટીવા લઈને નાની કડી વિસ્તારમાં આવ્યા હતા. તેમના મિત્રએ હિસાબની લેવડદેવડ બાબતે નાની કડી વિસ્તારમાં તેમને બોલાવ્યા હતા. આ દરમિયાન આધેડ દિનેશભાઈ નાની કડી રોડ ઉપર આવેલ બાલાપીર દરગાહ પાસે પહોંચ્યા હતા. તેઓ પાણી પીવા માટે ઉતર્યા હતા અને રોડ પર એક્ટિવા પાર્ક કર્યું હતું. પાણી પીને તેઓ પાછા આવતા તેઓનું એક્ટિવા દેખાયું ન હતું. એક્ટિવા કોઈ ગઠિયો લઈને છૂમંતર થઈ ગયો હતો. દિનેશભાઈએ પરિવારજનોને જાણ કરી હતી અને કડી પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...