તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:કડી શહેરમાં પૂરતી કોરોના વેક્સિન ન ફાળવાતાં 3 દિવસથી લોકોને ધક્કા

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારથી વેક્સિન માટે લાંબી લાઈનો લાગે છે પણ મળે છે નિરાસા

કડી શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનનો પૂરતો જથ્થો પૂરો નહીં પડાતાં સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન કામગીરી બંધ રહેતાં નગરજનોને ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે. કડી તાલુકામાં 13 કોરોના વેક્સિન સેન્ટરો છે, પરંતુ આરોગ્ય વિભાગ વેક્સિનનો જથ્થો પૂરો પાડી ન શક્તાં બંધ થવા લગ્યા છે. કડી સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનનો જથ્થો નહીં મળતાં લાભાર્થીઓ સવારથી લાઈનમાં ઉભા રહીને થાકી હારી ઘરે પરત ફરતાં રોષે ભરાયાં છે. જે અંગે કડી સરકારી હોસ્પિટલના RMO ડૉ.વિનોદ પટેલે 45+ માટેની વેક્સિનનો જથ્થો અપર્યાપ્ત મળે છે. તેમજ 18 થી 44 માટેના લાભાર્થીઓ માટે અત્યાર સુધીમાં માત્ર એક જ વખત જથ્થો મળ્યાનંુ જણાવ્યું હતું.

મહેસાણા સિવિલમાં 45+ માટે રસીનો જથ્થો ન આવતાં કેન્દ્ર બંધ રખાયું. મહેસાણા સિવિલમાં 45+ લોકોને શનિવારે વેક્સિન ન હોઇ ધક્કો પડ્યો હતો. કેન્દ્રના બારણે વેક્સિન નથી તેવું લખાણ કરાયું હતું. શનિવારે જિલ્લામાં 2254 સાથે આજ દિન સુધી કુલ 495274નું રસીકરણ થયું છે.

આજે 18-44 વર્ષ માટે 16 સ્થળે રસીકરણ કેમ્પ
સિવિલ હોસ્પિટલ, મહેસાણા
ભીમનાથ મહાદેવ, મહેસાણા
પરા ટાવર, મહેસાણા
ચંપાબા હોલ, કડી
અર્બન હેલ્થ સેન્ટર, કડી
આર્યુવેદ હોસ્પિટલ, ઊંઝા
ઉનાવા દેશની વાડી, ઊંઝા
બગીચાનો હોલ, ખેરાલુ
સતલાસણા સબ સેન્ટર
વડનગર નાગરિક મંડળ
વિજાપુર સીએચસી
નદાસા પીએચસી
બહુચરાજી સીએચસી
વિસનગર અર્બન હેલ્થસેન્ટર
દેણપ પીએચસી
લાડોલ પીએચસી

અન્ય સમાચારો પણ છે...