તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્પેન્ડ:કડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ રબારીને ફરજમાં કરેલ ભૂલોના પગલે સસ્પેન્ડ કર્યા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પીએસઆઇ નાઈટ પેટ્રોલિંગમાં હોવા છતાં ચોરી રોકી શક્યા ન હતા

કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ જે.એસ.રબારીને મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે તપાસમાં કરેલ ભૂલોના પગલે સસ્પેન્ડ કરી દેતા સમગ્ર પોલીસ વડામાં ચકચાર મચી ગયી છે.

ગુનાઓની તપાસમાં ભૂલો કરેલી જોવા મળી હતી

કડીમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાનું સ્તર કથળી રહ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ કડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં પીએસઆઇ જે.એસ.રબારી દ્વારા 10 થી 12 જેટલા ગુનાઓની તપાસમાં ભૂલો કરેલી જોવા મળી હતી. જેથી જિલ્લા પોલીસ વડાએ તપાસમાં કરેલી ભૂલોના કારણે પીએસઆઇને સસ્પેન્ડ કરી દીધા હતા. ઉલ્લેખનિય છે કે ગણતરીના દિવસો પહેલા કરણનગર રોડ ઉપર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી હતી. અને ચારથી પાંચ જગ્યાએ ચોરી અને લૂંટ કરી ફરાર થઇ ગઇ હતી. ત્યારે પીએસઆઇ જે.એસ.રબારી નાઈટ પેટ્રોલિંગમાં હોવા છતાં ચોરી રોકી શક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો