માથે જોખમ:કડીના ઘુમાસણમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિસ્માર હાલતમાં

નંદાસણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ જ્યાં ચાલે છે તે બાલમંદિરના મકાનમાં પોપડાં ખરે છે
  • સારવાર માટે આવતા દર્દીઓ અને આરોગ્ય સ્ટાફના માથે ખતરો

કડી તાલુકાના ઘુમાસણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિસ્માર હાલતમાં હોઇ હાલ બાલમંદિરના મકાનમાં ચાલી રહ્યું છે. તે મકાન પણ જર્જરિત હોઇ પોપડાં ખરે છે. પરિણામે સારવાર માટે આવતા દર્દીઓ અને આરોગ્ય સ્ટાફને ભયના ઓથાર નીચે કામ કરવું પડે છે.

ઘુમાસણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત થતાં નવું બનાવવા પાંચ વર્ષ પહેલાં પાડી દેવાયું હતું. પરંતુ વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં ન આવતાં છેલ્લા ઘણા વર્ષોથી બાલમંદિરનું મકાન આરોગ્ય કેન્દ્ર માટે ફાળવાયું છે. આ મકાન પણ જર્જરિત હોવાને લીધે વારંવાર છત પરથી પોપડાં પડતા હોય છે. જેથી આરોગ્ય કર્મીઓ તેમજ સારવાર માટે આવતા દર્દીઓના માથે જોખમ રહે છે.

ચોમાસામાં મકાનની છતમાંથી પાણી પણ ટપકે છે. જેના લીધે દર્દી સહિત આરોગ્ય સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્રનું નવું મકાન જલ્દી બનાવાય તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...