કોંગ્રેસમાંથી એડવોકેટે ઉમેદવારી નોંધાવી:કડીના કણજરી ગામના વતની પ્રવિણ પરમારે પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું

કડીએક મહિનો પહેલા

24 વિધાનસભા કડીના ઉમેદવાર એડવોકેટ પ્રવિણ પરમાર આજે રેલી સ્વરૂપે સેવાસદન ખાતે પહોંચીને પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવ્યુ હતું. 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને અલગ-અલગ પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે આજે કડીના ઉમેદવારે પણ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.

મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત
કોંગ્રેસ દ્વારા કડીના જુની મામલતદાર કચેરી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભા પત્યા બાદ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે કડીના અલગ અલગ રાજમાર્ગો ઉપર ફરીને કડીના કરણનગર રોડ ઉપર આવેલ સેવા સદન ખાતે પ્રાંત કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું. કડી તાલુકાના કણજરી ગામના વતની એડવોકેટ પ્રવીણ પરમારે પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચીને પોતાનું ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...