કડીના ફુલેત્રામાં પોલીસ પર હીચકારો હુમલો:જૂથ અથડામણને થાળે પાડવા ગયેલી પોલીસ પર હુમલો, 200ના ટોળા સામે ગુનો દાખલ; ઘટનાના CCTV સામે આવ્યા

કડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં હાલ પોલીસ અને અધિકારી પર હુમલો થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં માર્ચ મહિનામાં હિંમતનગરમાં એક IAS પર હુમલો થયો હતો. તે બાદ કોડીનારમાં પોલીસ વર્ષો જૂના કુખ્યાત બૂટલેગર પર દરોડો પાડવા ગઈ હતી અને PI સહિત ત્રણ કર્મીઓ ઉપર કુખ્યાત બૂટલેગરો તથા તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેવામાં આજે કડી તાલુકાના ફુલેત્રા ગામેથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફુલેત્રા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે બનાવને લઈ કડીની બાવલુ અને નંદાસણ પોલીસ ફુલેત્રા ગામે પહોંચી હતી. જ્યાં પોલીસ ગામની અંદર પહોંચતાની સાથે જ ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો તેમજ તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી નાખ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.

જૂથ અથડામણને શાંત કરવા ગયેલી પોલીસની જ ગાડીઓ પર પથ્થર વડે હુમલો કરી તોડફોડ કરી હતી.
જૂથ અથડામણને શાંત કરવા ગયેલી પોલીસની જ ગાડીઓ પર પથ્થર વડે હુમલો કરી તોડફોડ કરી હતી.

પોલીસે 200ના ટોળા સામે કાર્યવાહી હાથ ધરી
ડીવાયએસપીએ પોલીસ પર થયેલા હુમલા બાબતે જણાવ્યું હતું કે, કડી તાલુકાના ફૂલેત્રા ગામે ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને પોલીસ અહીંયા બીજા જૂથને કેમ બચાવવા આવી છે કેવી રીતે પોલીસ ઉપર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મચારીને આંખના ભાગે ઇજાઓ પહોંચી છે. બીજા બે એક કર્મચારીને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. પોલીસના ખાનગી વાહનોમાં આગ ચંપી કરી નુકસાન કરેલું છે. આ બાબતે અલગ અલગ ત્રણ ગુના દાખલ કરી કાર્યવાહી કરેલી છે. બે જૂથના સામસામેના ઝઘડાના ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ ઉપર જે હુમલો કર્યો છે. તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આશરે 200ના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓળખાયેલા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસની સરકારી ગાડીઓને પથ્થરમારો કરાયો છે અને પોલીસની ત્રણ ખાનગી ગાડીઓને પણ આગ ચંપી કરવામાં આવી છે. પોલીસ કડકમાં કડક હાથે પગલાં લેશે અને કાર્યવાહી કરશે અને ગામની અંદર અત્યારે પરિસ્થિતિ શાંત અને કંટ્રોલમાં છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. કડીના ફૂલેત્રા ગામે થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ફૂલેત્રા ગામના દરવાજા પાસે ટોળું હાથમાં ધોકા લઈને જોવા મળી રહ્યું છે. જ્યારે ગામની અંદર પોલીસ ઉપર હુમલો કરી નાખતા આઈ.જી, એસ.પી, ડી.વાય.એસ.પી સહિતનો કાફલો ગામની અંદર પહોંચી ગયો હતો.

ઘટનાના CCTV સામે આવ્યાં
ઘટનાના CCTV સામે આવ્યાં

પોલીસકર્મીને માથાના ભાગે સાત ટાંકા આવ્યા
કડી તાલુકાના ફુલેત્રા ગામે ગુરુવારે મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી. જે ઘટનાને લઈ કડી પોલીસ, નંદાસણ પોલીસ, તેમજ બાવલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અચાનક જ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી નાખ્યો હતો અને ત્રણ પ્રાઇવેટ ગાડીઓને આગચંપી કરી હતી. તેમજ એક બાઈક અને પોલીસની બે ગાડીમાં પણ તોડફોડ કરી હતી. ટોળાએ તીક્ષ્ણ હથિયાર તેમજ પથ્થરમારો કરતાં કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ઇજાઓ પહોંચી હતી. જેમને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હતા.

ટોળાએ અન્ય પ્રાઈવેટ વાહનોને આગચંપી કરી
ટોળાએ અન્ય પ્રાઈવેટ વાહનોને આગચંપી કરી

પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી
કડી તાલુકાના ફુલેત્રા ગામે જૂથ અથડામણને લઈને તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસ પર અચાનક જ ટોળા દ્વારા હુમલો કરી દેવાયો હતો. પ્રાઇવેટ ગાડીઓને આગચંપી કરીને નુકસાની પહોંચાડી હતી. ઘટનાને લઇ મહેસાણા જિલ્લા પોલીસવડા અચળ ત્યાગી તેમજ ડીવાયએસપી સહિતન મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો ફુલેત્રા ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ કડી નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસ પર હુમલામાં એક પોલીસકર્મીને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હતા.
પોલીસ પર હુમલામાં એક પોલીસકર્મીને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હતા.

મહેસાણા જિલ્લા પોલીસ કાફલો ફુલેત્રા ગામમાં ખડકી દેવામાં આવ્યો
ફુલેત્રા ગામમાં બે જૂથ વચ્ચે નજવી બાબતમાં બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ મારામારીનું રૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જે ઘટનાને લઈ કડી, નંદાસણ અને બાવલુ પોલીસનો કાફલો મામલો થાળે પાડવા ગામની અંદર પહોંચ્યો હતો. જ્યાં અચાનક એક જૂથના ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘવાયો હતો. સમગ્ર મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ગામની અંદર પહોંચ્યો હતો. તેમજ પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ ફૂલેત્રા ગામની અંદર એકંદરે શાંતિનો માહોલ છે. તેમજ ગામમાં અણબનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લાનો કાફલો ફુલેત્રા ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો
મહેસાણા જિલ્લાનો કાફલો ફુલેત્રા ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો
અન્ય સમાચારો પણ છે...